Get The App

વડીયા સુરત એસટી સ્લીપર બસ પલટી ખાઈ જતાં ૧૫ મુસાફરોને ઈજા

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
વડીયા સુરત એસટી સ્લીપર બસ પલટી ખાઈ જતાં ૧૫ મુસાફરોને ઈજા 1 - image


વડિયા ખાખરીયા રેલ્વે સ્ટેશનની ગોળાઈમાં અકસ્માત નડયો

ડ્રાઈવર સહિત ચાર ઈજાગ્રસ્તોને આસપાસના શહેરોની હોસ્પિટલમાં ખસેડાયા, બાકીના ઈજાગ્રસ્તાને  વડિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

વડીયા :  વડિયાથી સુરત રૃટની બસને ખાખરિયાના રેલવે સ્ટેશનની ગોળાઈમાં અકસ્માત નડતાં બસ પલટી મારી ગઈ હતી.આ ઘટનામાં ડ્રાઈવર સહિત પંદરને નાના મોટી ઈજા થતાં સારવારમાં વડિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટનામાં  સાત થી આઠ વ્યકિતઓને હાથ અને પગ ના ભાગે ફેક્ચર અને ડ્રાઈવરે ગંભીર ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે જેમાં મોટા ભાગના મુસાફરો વડિયા હોવાનું જાણવા મળ્યું છે

બગસરા ડેપોની એસ.ટી.સ્લીપર કોચ બસ વડીયાથી રવાના થયા બાદ ખાખરિયા રેલવે સ્ટેશનની ગોળાઈ આવતા જ મોટી ગોળાઈના કારણે પલટી મારી ગઈ હતી. એ પછી તરતજ બાજુમાં આવેલી ખાઈમાં ખાબકતાં બસના મુસાફરોમાં રાડા રાડ મચી ગઈ હતી.  બસ પલટી ખાઈ જવાના ના સમાચાર મળતા વડીયા ભાજપ આગેવાનો અને વડિયા પી એસ આઈ સી .એન. દવે સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો .અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી લોકો થોડીવાર માટે દેકારો ચિચિયારી અને ગભરાઈ ગયા હતા. આ ઘટનામાંે પંદર પેસેન્જરને નાની મોટી ઇજા થતા વડિયા સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.  સદ નશીબે કોઈ મોટી દુર્ઘટના ન બનતા હાશકારો  થયો હતો.આ બનાવ બનતા ઘટના સ્થળે સ્થાનિક મામલતદાર, પીએસઆઇ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત પેસેન્જરને સારવાર અર્થે રવાના કર્યા હતા આ ઘટનામાં  રાજાભાઈ નૂણ - બસ ડ્રાંઇવરને  જૂનાગઢ રીફર કરવામાં આવેલ છે. જયારે રેશમાબેન આદમાણી રહે. વડિયાને જેતપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડીયાના  ઈદ્રીશભાઈ આદમાણીને અમરેલી રીફર કરાયા છે.આવી જ રીતે સાદીયાબેન આદમાણી -  રહે. વડિયાને વધુ સારવાર માટે   જેતપુર રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં સાત થી આઠ વ્યકિતઓને હાથ અને પગ ના ભાગે ફેક્ચર અને ડ્રાઈવર ગંભીર ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે .બસમા મોટા ભાગના મુસાફરો વડિયા હોવાનું જાણવા મળ્યું છે 


Google NewsGoogle News