લોકોની સુખાકારીની દેખરેખ રાખતી વડોદરા જિલ્લા પંચાયતમાં ફાયર સેફ્ટીની બેદરકારી,નોટિસ ફટકારી
વડોદરાના વિવિધ વિસ્તારના એપાર્ટમેન્ટ,સ્કૂલ અને મોલ મળી વધુ 15 ને નોટિસ
વડોદરાઃ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી માટે ચેકિંગનું અભિયાન જારી રાખવામાં આવ્યું છે અને તેમાં વડોદરા જિલ્લા પંચાયતના મુખ્ય મથકને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
વડોદરાના આઠ તાલુકાઓમાં વહીવટ કરી લોકોના આરોગ્ય અને સુખાકારી માટે દેખરેખ રાખતી વડોદરા જિલ્લા પંચાયતની રાજમહેલ રોડ સ્થિત બહુમાળી ઇમારતમાં આજે ફાયર બ્રિગેડની ટીમે ચેકિંગ કર્યું હતું.જે દરમિયાન ફાયર સેફ્ટી પ્રત્યે બેદરકારી જણાઇ આવતાં નોટિસ આપી હતી.
આવી જ રીતે સ્નેહસુધા એપાર્ટમેન્ટ (કારેલીબાગ),વાઇટરોઝ એપાટેમેન્ટ (ફતેગંજ),સ્નેહસુધા એપાર્ટમેન્ટ(એ અને બી) (કારેલીબાગ),ટાઇમ સ્કવેર(ફતેગંજ),રામ ક્રિષ્ણા કોમ્પ્લેક્સ(સુભાનપુરા),વ્રજ વાટિકા એપાર્ટમેન્ટ (સિધ્ધનાથ રોડ),સમૃધ્ધિ એપાર્ટમેન્ટ(પ્રતાપનગરરોડ),ઋષિકેશ ટાવર (વાડી શાકમાર્કેટ),સિલ્વર કાસકેટ (બગીખાના),ઉષાકરણ એપાર્ટમેન્ટ (રાવપુરા)ને પણ નોટિસ આપવામાં આવી છે.
જ્યારે,ડીઆર અમીન સ્કૂલ(ગદાપુરા), શૈશવ સ્કૂલ(ગોત્રી),સ્પેન્સર મોલ(ગેંડા સર્કલ),સ્પેન્સરની ઉપર મહિન્દ્રા બેન્ક અને ડીમાર્ટ (વાસણારોડ)ને પણ નોટિસ આપવામાં આવી છે.