15 કિ.મી. લાંબી માનવ સાંકળ રચીને સુરતીઓએ રચ્યો ઈતિહાસ
-સુરતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ, શહેરીજનોએ સદ્દભાવના માનવ સાંકળ રચી આપ્યો સ્વચ્છતાનો સંદેશ.
-પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંકશન થઈ ચોસઠ જોગણી માતાના મંદિર સુધીના ૧૫ કિ.મીના લાંબા વિસ્તારમાં ૩૦ બ્લોકમાં રચાઈ 'માનવ સાંકળ
સુરત, તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર
આગામી રવિવારે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે ત્યારે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ, શહેરીજનોએ સદ્દભાવના માનવ સાંકળ રચી આપ્યો સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી વાય જંકશન થઈ ચોસઠ જોગણી માતાના મંદિર સુધીના ૧૫ કિ.મીના લાંબા વિસ્તારમાં ૩૦ બ્લોકમાં રચાઈ 'માનવ સાંકળ બનાવવામાં આવી હતી. આ ૧૫ કિ.મી. લાંબી માનવ સાંકળ રચીને સુરતીઓએ રચ્યો ઈતિહાસ બનાવી દીધો છે. આ માનવ સાંકળ માં સુરત શહેરની ૪૩ શાળા અને ૨૨ કોલેજના વિદ્યાર્થીઓ હાથમાં ટ્રાઇ કલર બેન્ડ બાંધી ‘ક્લીન સિટી’, ‘ગ્રીન સિટી’ અને ‘સેફ સિટી’નો આપ્યો સંદેશ આપ્યો હતો.
પોલીસ કમિશનર કચેરી, જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી પીપલોદ વાય જંકશન અને ત્યાંથી ખટોદરા સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર સુધી ૧૫ કિ.મી. લાંબી માનવ સાંકળ રચી હતી. સમગ્ર દેશમાં મોજીલા સુરતી તરીકે ઓળખાતા સુરતવાસીઓએ રાજ્યમાં પ્રથમ વખત આટલી લાંબી માનવ સાંકળ રચી ઈતિહાસ રચ્યો છે.
શહેરની ૪૩ શાળાઓમાંથી આશરે ૨૫ હજાર અને ૨૨ કોલેજો મળી ૩૦૦૦થી વધુ બાળકો સાથે શહેરીજનોએ સમગ્ર દેશને ‘ક્લીન સુરત, ગ્રીન સુરત અને ફિટ સુરત’નો સંદેશો આપ્યો હતો. માનવ સાંકળ માં બાળકોએ વિવિધ પ્લે કાર્ડ, રાષ્ટ્રધ્વજ હાથમાં રાખી ‘ક્લીન, ગ્રીન અને ફિટ સિટી’ના નારા સાથે હાથમાં ટ્રાઈ કલર બેન્ડ બાંધી માનવ સાંકળ માં સહભાગી બન્યા હતા.
સ્વચ્છ, સુરક્ષિત અને ફિટ સુરતના સંદેશા સાથે માનવ સાંકળે સુરતમાં નવો ઈતિહાસ સર્જ્યો છે એમ જણાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માધ્યમકર્મીઓ વાત કરતા કહ્યું હતું કે, સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યમાં સૌ પ્રથમવાર ૧૫ કિમી લાંબી માનવ સાંકળ રચાઈ છે. સુરત શહેર સમગ્ર ભારતમાં અર્બન ગવર્નન્સ અને ક્લીનલીનેસ માટે જગવિખ્યાત થઈ રહ્યું છે એમ જણાવી વડાપ્રધાનશ્રી તા.૧૭મી ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સુરતીઓમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ સરાહનીય છે.