ભાવનગર શહેર-જિલ્લામાં ચાઈનિઝ દોરી વેચાનારા 15 ઝડપાયા
- તળાજામાં માંજો પીવડાવવામાં કાચનો ઉપયોગ કરનારા સામે ગુનો નોંધાયો
- શહેર જિલ્લાના 8 પોલીસ મથકમાં જાહેરનામા ભંગની અલગ-અલગ કુલ 16 પોલીસ ફરિયાદ નોંધાઈ
શહેરની અલકા ટોકીઝ પાસેથી ચાઈનિઝ દોરીની એક રીલ સાથે નિલેશ બહાદુરભાઈ બારૈયાને, નવા ગુરુદ્વારા સામેથી ચાઇનીઝ દોરીનાં રીલ સાથે ગૌતમ દેવેન્દ્રભાઈ યાદવને તથા નિર્મળનગર ચોક પાસેથી ચાઇનીઝ દોરીનાં રીલ સાથે દિલીપ નાનજીભાઈ મકવાણાને નિલમબાગ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. શહેરના ટોપ થ્રી સર્કલ પાસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા અંકિત અશોકભાઈ વાઘેલાને તથા સીતારામ ચોક પાસેથી ચાઇનીઝ દોરીના એક રીલ સાથે હિમાંશુ નરેન્દ્રભાઈ પરમારને ભરતનગર પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. તિલકનગર પાસેથી ભરત શામજીભાઈ સોલંકીને ચાઇનીઝ દોરીના રીલ સાથે તથા ઘોઘા રોડ પોલીસે ક્રેસંટ સર્કલ પાસેથી ચાઇનીઝ દોરીના રીલ સાથે રાજેશ જસવંતભાઈ કુકડીયાને ઘોઘારોડ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. કુંભારવાડા સર્કલ પાસેથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા નયન ચંદુભાઇ ચુડાસમાને એક રીલ સાથે તથા કુંભારવાડા રામદેવ સર્કલ પાસેથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ત્વિક રમેશભાઈ ચૌહાણને એક રીલ સાથે બોરતળાવ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. મલ્ટીલેવલ પાર્કિંગ પાસે ચાઇનીઝ તુક્કલનું વહેંચણ કરતા વસીમમિયા સબ્બિરમિયા સૈયદને અને ગોવિંદ ગોપાલ રેસ્ટોરન્ટ સામેથી ચાઇનીઝ દોરીના એક રીલ સાથે અલ્તાફ ઉર્ફે કાળિયો સતારભાઈ શેખને ગંગાજળિયા પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. જ્યારે જિલ્લાના મહુુવા નવાઝાપા વિસ્તારમાં ચાઈનિઝ દોરીના બે ફીરકા સાથે હાર્દિક ભરતભાઈ ભીલને મહુવા પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. પાલિતાણાના ભીલવાસ વિસ્તારમાં વેચાણ માટે રાખેલી ચાઈનિઝ દોરી સાથે અમીનાબેન વાલજીભાઈ વાઘેલાને તથા પાલિતાણા માર્કેટ યાર્ડ પાસે વેચાણ માટે રાખેલી ચાઈનિઝ દોરી સાથે અનિલ કિશનભાઈ વડેસાને પાલિતાણા ટાઉન પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. ઉમરાળાના સિતારામ નગરમાં ચાઈનિઝ દોરીની એક રીલ સાથે રાકેશ શાંતીભાઈ મીઠાપરાને ઉમરાળા પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. તેમજ તળાજાના વાવચોકમાં કાચથી દોરી માંજી વેચાણ કરતા રાજુ રમેશભાઈ વાઘેલાને તળાજા પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.