Get The App

જામનગર નજીકના નાઘેડી ગામે વાડીમાં સંતાડેલી ઈંગ્લીશ દારૂની નાની મોટી 144 બોટલ અને 120 બિયરના ટીન મળી આવ્યા

Updated: Oct 27th, 2024


Google News
Google News
જામનગર નજીકના નાઘેડી ગામે વાડીમાં સંતાડેલી ઈંગ્લીશ દારૂની નાની મોટી 144 બોટલ અને 120 બિયરના ટીન મળી આવ્યા 1 - image


Image Source: Freepik

જામનગર તાલુકાના નાઘેડી ગામે એક વાડી ના મકાનમાં દારૂ સંતાડી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જ્યાં ઈંગ્લીશ દારૂની નાની મોટી 144 બોટલ મળી આવી હતી. ઉપરાંત 120 નંગ બિયરના ટીન અને દેશી દારૂ સહિતનો મુદ્દામાલ મળી આવતાં પોલીસે તમામ મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપી હાજર મળી આવેલ ન હોય, તેને ફરારી જાહેર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર તાલુકાના નાઘેડી ગામે લીરબાઈ ચોક, પાણીના ટાંકા પાસે રહેતો મુન્નાભાઈ મારવાડી નામનો શખ્સ પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂ સંતાડયો હોય અને ખાનગીમાં વેચાણ કરતો હોય તેવી બાતમી મળતાં પંચ બી. ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે જઈ મકાનમાં દરોડો પાડયો હતો. જ્યાં રૂા. 9,600ની કિંમતની ઈંગ્લીશ દારૂની 24બોટલ તેમજ રૂા. 24 હજારની કિંમતના 120 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા મળી આવ્યા હતા.  આ ઉપરાંત 120 નંગ બિયરના ટીન અને ત્રણસો લીટર દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો.

આથી પોલીસે નાની મોટી કુલ 144 બોટલ કબ્જે કરી હતી. ઉપરાંત 120 નંગ બિયરના ટીન અને દેશી દારૂ પણ કબજે કર્યો હતો. જ્યારે આરોપી મુન્નાભાઈ મારવાડી મકાનમાં હાજર મળી આવેલ ન હોય, જેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Tags :
JamnagarNaghediEnglish-Liquor

Google News
Google News