Get The App

સુરતના ઉમરપાડામાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મોત, પરિજનોનો ગંભીર આક્ષેપ

Updated: Apr 4th, 2025

GS TEAM


Google News
Google News
Student Dies In Surat


Student Dies In Surat: સુરતના ઉમરપાડાની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજ્યું છે. ગોવટ ગામની 14 વર્ષીય યશવી વસાવા હોસ્ટેલમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તો હોસ્ટેલના સંચાલકો દ્વારા તેને સારવાર હેઠળ ખસેડી હતી,જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાબાદ ગૃહમાતાએ વિદ્યાર્થિનીના પરિવારને જાણ કરી હતી. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

મૃતકના પરિજનોનો ગંભીર આક્ષેપ 

મળતી માહિતી અનુસાર, ઉમરપાડામાં આદર્શ નિવાસી હોસ્ટેલમાં 14 વર્ષીય યશવી વસાવા નામની વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવી હતી. સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જયાં તેનું મોત થયું હતું. પોલીસે રૂમમાં રહેતી અન્ય વિધાર્થિનીઓના નિવેદન પણ નોંધ્યા છે.

આ પણ વાંચો: રિશ્તો મેં દરાર: ગુજરાતની ફેમિલી કોર્ટમાં દરરોજના સરેરાશ 171 નવા કેસ, દેશમાં ચોથા સ્થાને


મૃતકના પરિવારનો આક્ષેપ છે કે વિધાર્થિનીને અન્ય લોકો દ્વારા ટોર્ચર કરી છે. ઉમરપાડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. જો કે, બાળકી કેમ બેભાન હાલતમાં મળી આવી હતી તે પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ સાચી માહિતી સામે આવશે.

સુરતના ઉમરપાડામાં હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીનું રહસ્યમય સંજોગોમાં મોત, પરિજનોનો ગંભીર આક્ષેપ 2 - image

Tags :