બાઈક પરથી 14 વર્ષની કિશોરી પટકાઈ, ટ્રકનું ટાયર ફરી વળતાં મોત

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
બાઈક પરથી 14 વર્ષની કિશોરી પટકાઈ, ટ્રકનું ટાયર ફરી વળતાં મોત 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 11 ફેબ્રુઆરી 2024, રવિવાર

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સાવલી ભાદરવા ચોકડી નજીક રોડ પરથી પસાર થતી એક બાઈકના ચાલક ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમારે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ હતી અને બાઈકની પાછળ બેસેલ 14 વર્ષની રિદ્ધિ મહેન્દ્રભાઈ ગોહિલ (રહે. ગોહિલ ફડિયું, આસોજ)રોડ પર પટકાતા તે જ વખતે રોડ પરથી પસાર થતી એક ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા રિદ્ધિને ગંભીર ઈજા થઈ હતી તેને હોસ્પિટલમાં લઈ જતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News