વાગરા તાલુકામાં 12 વર્ષની સગીરા સાથે 14 વર્ષના કિશોરનું દુષ્કર્મ
એક તરફી પ્રેમમાં પાગલ કિશોરે સગીરાને પ્રપોઝ પણ કર્યુ હતું પરંતુ બાદ મચક આપી નહતી, સગીરા ઘરમાં એકલી હતી ત્યારે દુષ્કર્મ આચર્યુ
ભરૃચ : ભરૃચ જિલ્લામાંથી સમાજ માટે ચેતવણીરૃપ ઘટના સામે આવી છે. વાગરા તાલુકાના એક ગામમાં ૧૨ વર્ષની સગીરા ઉપર ૧૪ વર્ષના કિશોરે દુષ્કર્મ કરતા પોલીસે કિશોરની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કિશોર એક તરફી પ્રેમમાં પાગલ હતો અન મહિના પહેલા પ્રપોઝ પણ કર્યુ હતું જો કે સગીરાએ મચક આપી નહતી.
વાગરા તાલુકાના એક ગામમાં શ્રમિક પરિવારની ૧૨ વર્ષની સગીર દીકરીને પડોશમાં રહેતો ૧૪ વર્ષનો કિશોર વારંવાર હેરાન કરતો હતો અને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.એક મહિના પહેલા કિશોરે સગીરાને રસ્તામાં રોકીને પ્રપોઝ પણ કર્યુ હતું જો કે સગીરાએ પ્રપોઝ નકારી કાઢ્યુ હતું. બીજી તરફ એક તરફી પ્રેમમાં પાગલ બનેલા કિશોરે સગીરાના માતા-પિતા મજૂરીકામે ગયા તે દરમિયાન કિશોર સગીરાના ઘરમાં ઘુસી ગયો હતો અને કિશોરી સાથે દુષ્કર્મ કરીને ભાગી ગયો હતો. સાંજે જ્યારે માતા પિતા મજુરી કરીને પરત આવ્યા ત્યારે કિશોરીએ રડતા રડતા આખી ઘટનાનું વર્ણન કર્યુ હતું.
સગીરાના માતા પિતાએ પોતાની દીકરી સાથે દુષ્કર્મ કરનાર પડોશી કિશોરીને ઠપકો આપવા જતા તેણે કોઈ યોગ્ય જવાબ નહીં આપી થાય તે કરી લો તેમ કહેતા જ ભોગ બનનારના માતા પિતા નજીકના પોલીસ મથકે પહોંચ્યા હતા અને બાળકી સાથે દુષ્કર્મ કરનાર સામે ફરિયાદ નોંધી હતી. ગુનાની ગંભીરતા સમજી પી.આઈ. એસ.ડી ફુલતરીયાએ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી કિશોરને શોધવા માટે ટીમને કામે લગાડી હતી દરમિયાન બાતમીના આધારે વાગરા પોલીસ અને એલસીબી પોલીસે ભરૃચના દહેજ બાયપાસ રોડ ઉપર શોપિંગ સેન્ટર નજીક બાવળના ઝાડી ઝાંખરામાંથી કિશોરને ઝડપી લીધો હતો. આરોપીની ઉમર ૧૪ વર્ષની હોવાથી તેને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરીને મેડિકલ પરીક્ષણ કરાવવા માટેની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામા આવી હતી. આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી થશે.