UKના સ્કિલ્ડ વર્ક પરમિટ વીઝા અને નોકરીનાં બહાને 14.18 લાખની ઠગાઈ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
UKના સ્કિલ્ડ વર્ક પરમિટ વીઝા અને નોકરીનાં બહાને 14.18 લાખની ઠગાઈ 1 - image


સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા આરોપી સામે ગુનો : આરોપીએ યુવકને બાયોમેટ્રીકની એપોઈન્ટમેન્ટ માટે અમદાવાદ મોકલતા ભાંડો ફૂટયો હતો

રાજકોટ, : રાજકોટમાં રહેતા યુવક સાથે યુકેનાં 5 વર્ષના સ્કિલ્ડ વર્ક પરમીટ વીઝા અને નોકરી અપાવી દેવાના બહાને સુરતના મોટા વરાછામાં સેટેલાઈટ રોડ પર અનમોલ રો હાઉસમાં રહેતાં જૈમીન હિંમતભાઈ લાઠીયાએ રૂા. 14.18 લાખની ઠગાઈ કર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

મવડીની મધુવન પાર્ક સોસાયટીમાં શ્રેષ્ઠ વિલા એપાર્ટમેન્ટમાં રહેતાં અને પ્રાઈવેટ નોકરી કરતાં અરવિંદભાઈ ભીમજીભાઈ કાછડીયા (ઉ.વ. 54)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેને   તેના પુત્ર કૌશલને પણ યુકેમાં 5 વર્ષના વર્ક પરમીટ વીઝા પર મોકલવાનો હતો. આ બાબતની જાણ થતાં રાજે કોલ કરી જણાવ્યું કે તેને સુરતના જૈમીને સ્ટુડન્ટ વીઝાની પરમીટ કરાવી આપી હતી. જેથી કૌશલને પણ તેજ વર્ક પરમીટ વીઝા કઢાવી આપશે. તે સાથે જ રાજે ગઈ 23 જાન્યુઆરીના રોજ જૈમીન સાથે તેની કોન્ફરન્સ કોલમાં વાત કરાવી હતી. 

તે વખતે જૈમીને કહ્યું કે તમારા પુત્ર કૌશલને પાંચ વર્ષના સ્કિલ્ડ વર્ક પરમીટ વીઝા અને નોકરીનું કરાવી આપીશ. જેનો ખર્ચ અંદાજે 17 લાખ જેટલો થશે. રકઝક કરતાં 15.50 લાખમાં કામ કરી આપવા તૈયાર થઈ ગયો હતો. . 25 જાન્યુઆરીથી તા.8 એપ્રિલ દરમિયાન કટકે-કટકે આંગડીયા મારફત રૂા.14.18 લાખ પણ મોકલી દીધા હતા. 

આ બધી પ્રક્રિયા બાદ જૈમીને કોલ કરી જણાવ્યું કે તમારા પુત્ર કૌશલની તા. 15 એપ્રિલના રોજ બાયોમેટ્રીકની એપોઈન્ટમેન્ટ અમદાવાદના પરીમલ ગાર્ડન ચાર રસ્તા ખાતે છે. જેથી પુત્રને લઈને તે સ્થળે જઈ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેના પુત્રનું કયાંય નામ જ નથી. પરિણામે જૈમીનને કોલ કરતાં રીસીવ કર્યો ન હતો. વોટસએપ મેસેજનો પણ કોઈ જવાબ નહીં આપતાં પરિસ્થિતિ પામી ગયા હતા. આજ સુધી તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હોવાથી આખરે તેના વિરૂધ્ધ રાજકોટ તાલુકા પોલીસમાં વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. 


Google NewsGoogle News