ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 135 કિ.મી.નું કામ ગતિમાં

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 135 કિ.મી.નું કામ ગતિમાં 1 - image


-સફાઇ અને ગ્રબિંગની કામગીરી ૭૮ કિલોમીટરમાં પુર્ણ : આ વિભાગમાં વૈતરણા નદી પર સૌથી લાંબો બ્રિજ પણ બનશે

         સુરત,

મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન કોરિડોરના એલિવેટેડ ભાગમાં ભૌતિક બાંધકામની પ્રવૃત્તિ શરૃ થઈ ગઈ છે. આ વિભાગમાં શિલફાટા (મુંબઈ નજીક) થી મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પરના ઝરોલી ગામ સુધી કુલ 135 કિમીનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે 100 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. સફાઈ અને ગ્રબિંગનું કામ ચાલુ છે, જેમાં 78 કિ.મી. કામ પૂર્ણ થયું છે. જીઓટેકનિકલ તપાસ પ્રગતિ હેઠળ છે. 50 ટકાથી વધુ કામ પૂરું થયું છે. આ સાથે 19 સ્થળોએ ફાઉન્ડેશન કન્સ્ટ્રક્શનનું કામ શરૃ કરવામાં આવ્યું છે, જ્યારે 42 સ્થળોએ કામ પ્રગતિમાં છે

મહારાષ્ટ્ર વિભાગમાં 6 પર્વતીય ટનલ, 11 સ્ટીલ પુલ અને ઉલ્હાસ, વૈતરણા અને જગાણી નદીઓ જેવાં મોટા રિવર બ્રિજ સહિત 36 ક્રોસિંગનો સમાવેશ છે. પ્રોજેક્ટના સૌથી જટિલ એલિવેટેડ હિસ્સામાંનો આ એક છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સૌથી લાંબો નદી પુલ (2.32 કિમી) વૈતરણા નદી પર આ વિભાગમાં છે.

આ વિભાગમાં થાણે, વિરાર અને બોઈસરના 3 બુલેટ ટ્રેન સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. ત્રણેય સ્ટેશનો મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) હેઠળ આવે છે અને મુંબઈના ઉપનગરો ગણવામાં આવે છે. આ સ્ટેશનો વચ્ચે રોજિંદા હજારો લોકો પરિવહનના માધ્યમો લોકલ ટ્રેન, કાર અને સિટી બસ વગેરે દ્વારા દરરોજ મુસાફરી કરે છે.

 


Google NewsGoogle News