ટ્રકમાં પશુ આહારનાં બાચકાંમાં છૂપાવી'તી દારૂની 13272 બોટલ

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
ટ્રકમાં પશુ આહારનાં બાચકાંમાં છૂપાવી'તી દારૂની 13272 બોટલ 1 - image


દ્વારકાના કુરંગા પાસે હોટલનાં પાર્કિંગમાં દારૂનો જંગી જથ્થો કબજે : 53.08 લાખના દારૂ સહિત 88.29 લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના શખ્સની અટકાયત : દારૂ મોકલનાર શખ્સનું નામ ખુલ્યું

દ્વારકા,ખંભાળિયા, : દ્વારકા નજીક કુરંગા ગામ પાસે આવેલ હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાં  ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળતા દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા ચેકિંગ હાથ ધરાતા ટ્રકમાંથી રૂપિયા 53.08 ની કિંમતની વિદેશી દારૂની 13272 બોટલો સહિત કુલ રૂપિયા 88.29 લાખના મુદ્દામાલ સાથે એક રાજસ્થાની શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.જ્યારે દારૂનો જથ્થો મોકલનાર શખ્સનું નામ ખુલ્યું હતું.

 દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ વડા હાદક પ્રજાપતિની સુચના મુજબ એલસીબી વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબારી હેઠળ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એલસીબીનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા તાલુકાના કુરંગા ગામ પાસે આવેલી ગાત્રાળ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલા એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યું હોવા અંગેની ચોક્કસ બાતમી મળતા આ સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટ્રકમાં કરવામાં આવેલા ચેકિંગમાં આ ટ્રકમાં પશુ આહાર (પશુ ચારો) હેઠળ છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની બાટલીઓ ભરેલી પેટીઓનો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ કાર્યવાહીમાં આ ટ્રકમાંથી રૂપિયા 53.08 લાખની વિદેશી દારૂની  13,272 બોટલ તેમજ પશુ આહારના 100 બાચકા તેમજ ટ્રક મળી, કુલ રૂપિયા 88,29.240 નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ,અને આ સ્થળેથી રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના રામસર તાલુકાના ગંગાલા ગામના વતની એવા ટ્રક ડ્રાઇવર કૈલાસકુમાર મોહનલાલ બિશ્નોઇ નામના 25 વર્ષના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં રાજસ્થાનના સાંચોર ખાતે રહેતા ગોપાલ નામના શખ્સ દ્વારા દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હોવાનું પોલીસ સમક્ષ ખૂલવામાં પામ્યું છે.ા સમગ્ર પ્રકરણ અંગે એલ.સી.બી.ના એએસઆઈ અરજણભાઈ મારૂની ફરિયાદ પરથી દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News