જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી 13 વર્ષની પરપ્રાંતીય સગીરાનું અપહરણ
Jamnagar Kidnapping Case : જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની 13 વર્ષની સગીરાનું તેણીના ઘરેથી અપહરણ થઈ ગયું છે, અને નજીકમાં જ રહેતો અને મજૂરી કામ કરતો પરપ્રાંતીય શખ્સ લગ્ન કરવાના ઈરાદાથી ઉઠાવી ગયો હોવાની પોલીસમાં જાહેરાત થઈ છે.
જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક પરિવારની 13 વર્ષની સગીરાનું બે દિવસ પહેલા અપહરણ થઈ ગયું હતું. જેની પરિવારજનો અને પોલીસે શોધખોળ શરૂ કરતાં માલુમ પડ્યું હતું, કે તેના પાડોશમાં જ રહેતો અને મૂળ મધ્યપ્રદેશનો વતની નાનકાભાઈ ધુલિયાભાઈ ભાભોર કે જે લગ્ન કરવાના ઇરાદે સગીરાને ઉઠાવી ગયો હોવાનું ધ્યાનમાં આવતાં સગીરાના પિતા દ્વારા જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પુત્રીનું અપહરણ કરી જવા અંગે પરપ્રાંતીય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે.