Get The App

અમરોલી-કોસાડ આવાસની ઘટના: રત્નકલાકારની 13 વર્ષીય પુત્રી સાથે કૌટુંબિક મામાએ રૂમમાં ગોંધી દુષ્કર્મ કર્યુ

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
અમરોલી-કોસાડ આવાસની ઘટના: રત્નકલાકારની 13 વર્ષીય પુત્રી સાથે કૌટુંબિક મામાએ રૂમમાં ગોંધી દુષ્કર્મ કર્યુ 1 - image




- સંબંધીને ત્યાં જવાનું કહીને નીકળેલી તરૂણી વીસ મિનીટમાં પરત ન આવતા માતા-પિતા શોધવા ગયા, ઘરે આવ્યા ત્યારે તરૂણી ઘરે હતી અને ઘટના જણાવી

સુરત


અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 13 વર્ષીય પુત્રીને કાકાનો સાળો એટલે કે પારિવારીક સંબંધમાં મામાએ જબરજસ્તી પોતાના રૂમમાં લઇ દુષ્કર્મ કરતા મામલો અમરોલી પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે નરાધમ મામા વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અમરોલી-કોસાડ આવાસની ઘટના: રત્નકલાકારની 13 વર્ષીય પુત્રી સાથે કૌટુંબિક મામાએ રૂમમાં ગોંધી દુષ્કર્મ કર્યુ 2 - image
અમરોલી વિસ્તારમાં રહેતો મૂળ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનો રત્નકલાકારના ચાર પુત્રી અને એક પુત્ર પૈકીની બીજા નંબરની 13 વર્ષીય નિકીતા (નામ બદલ્યું છે) ગત સવારે ઘરેથી સંબંધીને ત્યાં કામ અર્થે જવાનું કહીને નીકળી હતી. સંબંધીનું ઘર નજીકમાં જ હોય અને પંદર-વીસ મિનીટમાં પરત નહીં આવતા તેના માતા-પિતા તથા ભાઇ-બહેન શોધવા નીકળ્યા હતા પરંતુ અડધો કલાક સુધી નિકીતાનો પત્તો મળ્યો ન હતો. જેથી તમામ ઘરે આવ્યા ત્યારે નિકીતા ઘરે હતી. પરિણામે માતાએ તુરંત જ નિકીતાને કયાં ગઇ હતી એવું પુછતા તેણીએ રડતા-રડતા કહ્યું હતું કે કોસાડ આવાસના બિલ્ડીંગ નં. 308/એ/3 માં રહેતા આપણા સંબંધી રોહિત ઉર્ફે કાનો લક્ષ્મણ સાથળીયા રસ્તામાં મળ્યો હતો અને મને તેની સાથે સારૂ બનતું હોવાથી હાથ પકડીને પોતાના ઘરે લઇ ગયો હતો. જયાં તેના ઘરના એક પણ સભ્ય ન હોવાથી એકલતાનો લાભ લઇ દરવાજો અંદરથી બંધ કરી બાથમાં લઇ ગાલ અને હોઠ ઉપર કીસ કર્યા બાદ મારી સાથે દુષ્કર્મ કર્યુ હતું. જેથી માતા-પિતા ચોંકી ગયા હતા અને તુરંત જ આ અંગે પરિવારના અન્ય સભ્યોને જાણ કરવાની સાથે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે વિક્રમ ઉર્ફે કાનો નિકીતાના કાકાનો સાળો એટલે કે પારિવારીક સંબંધમાં મામા થાય છે અને દુષ્કર્મ કર્યા બાદ ઘર છોડીને ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News