Get The App

ભાવનગર-બોટાદ જિલ્લામાં જુગારના ત્રણ બનાવમાં 13 જુગારી ઝડપાયા

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
ભાવનગર-બોટાદ જિલ્લામાં જુગારના ત્રણ બનાવમાં 13 જુગારી ઝડપાયા 1 - image


બરવાળા, સિહોર અને ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

બરવાળાના રેફડા, ગઢડાના ધુ્રફણીયા અને સિહોરના વરલ ગામે જુગારની બાજી પર પોલીસના દરોડા

ભાવનગર: ભાવનગર અને બોટાદ જિલ્લામાં જુગારના અલગ-અલગ ત્રણ બનાવમાં ૧૩ જુગારીઓને પોલીસે કુલ રૂ.૧૬,૨૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અલગ-અલગ પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધ્યા હતા.

બોટાદના બરવાળાના રેફડા ગામે જાહેરમાં જુગાર રમતા ખોડા હરીભાઈ ધોલેરીાય, મુકેશ અમરશીભાઈ મેર, સુરેશ પિતાંબરભાઈ નાવડીયા, ડાયા પરશોતમ જાંબુકીયા, નરેશ કેશાભાઈ રાઘાણી અને પ્રવિણ બાબુભાઈ કીહલાને બોટાદ એલસીબીએ કુલ રૂ.૧૪,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બરવાળા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. તેમજ ગઢડા તાલુકાના ધુ્રફણીયા ગામે સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા પરશોતમ છગનભાઈ ગાબુ, શાંતિ રમેશભાઈ વેલાણી, રમણીક ભોજાભાઈ ચાવડા અને ભરત મોતીભાઈ વેલાણીને ગઢડા પોલીસે કુલ રૂ.૧૪૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગઢડા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. જ્યારે સિહોરના વરલ ગામે જળુમ કુવા પાસે જાહેરમાં જુગાર રમતા મેહુલ નાગજીભાઈ મકવાણા, કિશોર નાનુભાઈ ચૌહાણ અને મીતુલ બુધાભાઈ ચૌહાણને સિહોર પોલીસે કુલ રૂ.૬૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.



Google NewsGoogle News