Get The App

લેબર કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓના 13.12 લાખની ઉચાપત

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
લેબર કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓના 13.12 લાખની ઉચાપત 1 - image


Vadodara Fraud : વડોદરાના મકરપુરા વિસ્તારની નારાયણ પાર્ક સોસાયટીમાં રહેતા હિસાબીન સારંગપુર કોઠારીયાની મકરપુરા જીઆઇડીસીમાં સારંગ સ્પ્રિંગ મેન્યુફેક્ચરિંગ નામની ઓટો મોબાઇલ અને ઈલેક્ટ્રીક સાધનોની સ્પ્રિંગ બનાવવાની ફેક્ટરી છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે રાકેશભાઈ ગોસાઈ કામ કરતા હતા. લેબર તરીકે કામ કરતા કર્મચારીઓના પીએફના 4.70 લાખ તથા ઈએસઆઇના 1.23 લાખ અને જીએસટીના 5.21 લાખ મળી કુલ 11.15 લાખ અમે રાકેશ ગોસાઈને જે તે સમયે ચૂકવી આપ્યા હતા. તેમ છતાં જીએસટી પેટે વધુ ચૂકવવા પડશે તેમ કહીને 1.91 લાખ ખોટી રીતે મેળવી લીધા હતા. તેમજ લેબરના બોનસના પણ રૂપિયા મળી કુલ 13.12 લાખ રાકેશ ગોસાઈએ સરકારી કચેરીઓમાં ભર્યા ન હતા અને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.


Google NewsGoogle News