સુરત ટાવર રોડના 122 દુકાનદારો મેટ્રોના કારણે ગ્રાહક વિહોણા થયા
સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની ધીમી અને નબળી કામગીરી થી મેટ્રોની કામગીરી ચાલે છે તેથી ટાવર રોડના વેપારીઓની દિવાળી બગડી હતી. હવે મેટ્રોએ ફુટનો રોડ ખુલ્લો કર્યો છે પરંતુ તે સાત જ ફુટનો હોવાથી વેપારીઓની મુશ્કેલી વધી રહી છે. ખુલ્લો કરાયેલો રોડ દુકાનો થી ઉંચો કરી દેવાયો છે તેના કારણે છેલ્લા એક મહિનામાં અનેક અકસ્માત થયા છે. પાલિકા, પોલીસ, કલેકટર, ધારાસભ્ય થી માંડીને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે પરંતુ સમસ્યાનો હલ થતો ન હોવાથી વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેટ્રોના કારણે સુરત ટાવર રોડના 122 દુકાનદારો મેટ્રોના કારણે ગ્રાહક વિહોણા થયા છે અને તેઓની મુશ્કેલી પહેલા કરતાં પણ વધી રહી છે.
સુરત શહેરનો રાજમાર્ગ એક સમયે વેપારીઓ માટે મોટો ધંધો અને રોજગારી માટે પ્રખ્યાત હતો પરંતુ હાલમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી વેપારીઓ માટેની રોનક જતી રહી છે અને હવે મેટ્રોના કારણે વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે અને મેટ્રોના કારણે હાલમાં ટાવર રોડના 122 દુકાનદારો ગ્રાહક વિહોણા થઈ ગયા છે. વેપારી એવા તાહેર લોખંડવાલા કહે છે, જ્યારે મેટ્રોને જરૂર હતી ત્યારે અમારી સાથે વાટાઘાટ કરીને અમને વળતર આપ્યું હતું પરંતુ હવે જબરજસ્થીતી ત ફૂટ નો રોડ ખુલ્લો મુકીને વળતર આપવાનું બંધ કરી વાત પણ બંધ કરી દેવામાં આવી છે. જે રોડ ખુલ્લો કરવામા આવ્યો છે તે માત્ર સાત ફુટનો છે અને તે પણ દુકાનથી ઉંચો રોડ બનાવી દેવામાં આવ્યો છે જેના કારણે સતત અકસ્માત થઈ રહ્યાં છે.
આજે વહેલી સવારે આવા રોડ ના કારણે એક વાહન સીધું દુકાનનું શટર પર ટકરાયું હતું જેના કારણે દુકાનની શટર તુટી ગયું છે. છેલ્લા એક મહિનામાં 30 જેટલા નાના મોટા અકસ્માત થયા છે તેના કારણે કેટલીક દુકાનોના શટર અને કેટલીક દુકાનોના બોર્ડ પણ તૂટી ગયાં છે. કેટલાક અકસ્માત તો એવા થયાં છે કે દુકાનદારો ઘાયલને હોસ્પિટલ લઈ ગયાં છે. આવી ગંભીર સમસ્યા છે અને વેપારીઓએ પાલિકા, પોલીસ, કલેકટર, ધારાસભ્ય થી માંડીને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે પરંતુ કોઈ પ્રતિભાવ નથી. જોકે, આ રોડ એવો બન્યો છે કે, ગ્રાહકો પણ દુકાનમાં આવી શકતા નથી કે પાર્કિંગ કરી શકતા નથી તેથી વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે.