Get The App

રાત્રે 12:00 વાગે સલમાન ખાનની ફટાકડા ફોડી, કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા વિવાદ: પોલીસ આવી કોઈ કાર્યવાહી કરી નહિ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
રાત્રે 12:00 વાગે સલમાન ખાનની ફટાકડા ફોડી, કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા વિવાદ: પોલીસ આવી કોઈ કાર્યવાહી કરી નહિ 1 - image


ફિલ્મી અભિનેતા સલમાન ખાનના જન્મદિવસ ની ઉજવણી રાત્રી ના બાર વાગ્યાના સમયે વડોદરાના અકોટા વિસ્તારના બીપીસી રોડ પર આવેલી ખાનગી કપડાની દુકાન પાસે રસ્તા પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી જે અંગે કોઈપણ જાતની પરવાનગી લેવામાં નહીં આવતા પોલીસે સ્થળ પર આવી ડીજે વગાડવાનું બંધ કરતાં પોલીસ ચાલ્યા ગયા બાદ ફરી 12:00 વાગ્યાના સુમારે કેક કાપીને ફટાકડા ફોડી સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.

એક બાજુ પોલીસ વિવિધ વિસ્તારોમાં રાત્રે 11:00 વાગ્યા પછી લારી ગલ્લા રેસ્ટોરન્ટ અને દુકાનો બંધ કરાવી દે છે ત્યારે બીપીસી રોડ પર આવેલી ખાનગી કપડાના શોરૂમ પાસે ફિલ્મી અભિનેતા સલમાન ખાનના ચાહકોએ ભેગા થઈ જન્મદિવસની ઉજવણી ઉજવવાની શરૂઆત ૧૧ વાગ્યે કરવામાં આવી હતી તે દરમિયાન પોલીસને કોઈએ જાણ કરતા સ્થળ પર પોલીસે આવી ડીજે વાગતું બંધ કરાવ્યું હતું અને થોડીવાર પછી પોલીસ ચાલ્યા ગયા બાદ ફરી ડીજે વગાડી રાત્રે 12:00 વાગે કેક કાપી ફટાકડા ફોડી સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંગેનો વિડીયો વાયરલ થયો હતો આ અંગે પોલીસ માંથી જાણવા મળતી માહિતી પ્રમાણે અકોટા પોલીસ માંથી કોઈપણ પ્રકારની જન્મદિવસની ઉજવણી ની પરવાનગી આપવામાં આવી નથી.


Google NewsGoogle News