કોલકીના વેપારી પર હુમલો કરી 3 લૂંટારૂંઓ દ્વારા 12 લાખની લૂંટ

કોલકીના વેપારી પર હુમલો કરી 3 લૂંટારૂઓ દ્વારા 12 લાખની લૂંટ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
કોલકીના વેપારી પર હુમલો કરી 3 લૂંટારૂંઓ દ્વારા 12 લાખની લૂંટ 1 - image


ઉપલેટા - કોલકી રોડ પર દિન દહાડે લૂંટ વેપારીએ પીછો કરતાં ઝપાઝપી કરી બાઈક મૂકી પગપાળા ભાગેલા ત્રણેય લૂંટારૂઓને પોલીસે ડ્રોન કેમેરાની મદદ લઈ દબોચી લીધા

જેતપુર, ઉપલેટા, : ઉપલેટામાં દિન દહાડે દિલ ધડક રૂપિયા બાર લાખની લૂંટનો મામલો સામે આવ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી જણસની દલાલી કરતા પ્રફુલભાઈ સાવલિયા રૂપિયા ખેડૂતને આપવા જતા હતા તે સમયે અજાણ્યા ૩ ઈસમો દ્વારા લુંટ ચલાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ેકત્રિત થયા હતાં. ઉપલેટા પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની શોધ ખોળ હાથ ધરી હતી. જયારે પોલીસે ગણતરીની કલાકોમાં ૩ લૂંટારૂઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપલેટાના કોલકી તેમજ આસપાસના ગામોમાં છુટક દલાલીનો વેપાર કરતા પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા નામના પ્રૌઢ વેપારીને આંતરીને 25 થી 25 વર્ષના ત્રણ યુવાનોએ ઉપલેટા અને કોલકી વચ્ચે આંતરીને લૂંટ ચલાવી હતી. વેપારી ઉપલેટા શહેરના બંબાગેટ પાસે આવેલ બંસી ટ્રેડર્સ નામના વેપારી પાસેથી રૂપિયા 12 લાખનો હિસાબ લઈ ખેડૂતને ઘઉંનો હિસાબ કોલકી ગામ દેવા જતા હોય ત્યારે બન્યો હતો. નંબર પ્લેટ વગરની મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ યુવાનોએ વેપારીને ધક્કો મારી નીચે પછાડી લૂંટ ચલાવી મોટરસાયકલ છોડીને વોકળામાં ફરાર થયા હતાં.

એ દરમિયાન કોલકી ગામ પાસેના ખાખીજાળીયા રોડ પાસે ત્રણ પૈકીનાં એક આરોપીને વેપારીએ પકડી લેતા તેની સાથે ઝપાઝપી થતા વેપારીને ઈજા થઈ હતી. તેમજ આરોપીનો કોલર પકડી લેતા વેપારીના હાથમાં શર્ટ આવી ગયો. પરંતુ આરોપી છટકી ગયો ત્રણેય લૂંટારૂ બાઈક મૂકી પગપાળા ખેતરોમાં નાસી ગયા હતાં. 

આ ઘટનાની જાણ ઉપલેટા પીઆઈ ગોહિલ અને ભાયાવદર પીએસઆઈ ભોજાણી પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાથે ઘટના સ્થળે પહોંચી આરોપીની શોધખોળ હાથ ધરી આ લૂંટની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકિત થયા હતાં. લૂંટારૂઓના બાઈક પરથી ગુણી અને કટ્ટા ઉચકવાનો હુક પણ મળી આળ્યા હતાં.

લૂંટારૂ નાસીને ખેતરોમાં છુપાયા હોવાથી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી આખા વિસ્તારમાં શોધખોળ કરી ત્રણેય લૂંટારૂઓને ગણતરીના કલાકાોમાં દબોચી લીધા હતાં. તેમની ઓળખ અંગે પૂછપરછ હાથ ધરી છે


Google NewsGoogle News