Get The App

વડોદરામાં તરસાલીના જુગારધામમાંથી ફતેગંજના કોન્સ્ટેબલ સહિત 12 જુગાર રમતા ઝડપાયા

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
વડોદરામાં તરસાલીના જુગારધામમાંથી ફતેગંજના કોન્સ્ટેબલ સહિત 12 જુગાર રમતા ઝડપાયા 1 - image


Vadodara Gambling Crime : ફતેગંજ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર સહિત 12 જુગારીઓ ગઈકાલે રાત્રે તરસાલી સરદ નગરમાં જુગાર રમતા ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે ઉલ્લેખનીય છે કે પોલીસ જવાન જ જુગાર રમતા ઝડપાયો હોય પોલીસ બેડામાં પણ ખડભડાટ મચી ગયો છે. આ જુગારધામ પોલીસ કોન્સ્ટેબલ સંજય ચલાવતો હોવાની ચર્ચા વિસ્તારમાં ચાલી રહી છે. મકરપુરા પોલીસે 4.49 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.

મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે તરસાલી સરદ નગરના મકાન નંબર 696 માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા 12 જુગારીઓ પકડાઈ ગયા હતા. જેમાં (1) પ્રણવ જય કૃષ્ણભાઈ પંચાલ (રહે-શરદ નગર તરસાલી) (2) પોલીસ કોન્સ્ટેબલ સંજય સાહેબ રાવ બેડસે (રહે-સોમનાથ નગર તરસાલી) (3) કિરણકુમાર નટવરલાલ પંડ્યા (રહે-વિશાલ નગર તરસાલી) (4) જીતેન્દ્ર દિલીપભાઈ બળગુજર (રહે સમન્વય પર્સ વડસર રોડ) (5) રાજેશ રણવીરસિંહ ભેલ (રહે-દેસાઈ નગર તરસાલી) (6) હરીશ જગદીશભાઈ પોતદાર (રહે-વિજયનગર તરસાલી) (7) કિશોર અંબુભાઈ વણકર (રહે-પરિશ્રમ પાર્ક તરસાલી) (8) અજય કનૈયાલાલ વર્મા (રહે-દેસાઈ કોલોની તરસાલી) (9) લક્ષ્મણ જગમાલભાઈ ભરવાડ (રહે-અનુપમ નગર દંતેશ્વર) (10) રાજેશ બાબાસાહેબ ખરડે (રહે-ગુરુદત્ત સોસાયટી વાઘોડિયા રોડ) (11) શૈલેષ કનુભાઈ જયસ્વાલ (રહે-વિશાલ નગર તરસાલી) તથા (12) રમેશ બાબુભાઈ ચૌહાણ (રહે-સરહદ નગર તરસાલી) નો સમાવેશ થાય છે. રમેશ ચૌહાણના મકાનમાં જુગારધામ ચાલતો હતો. પોલીસે રોકડા બે પણ 14 લાખ તથા દસ મોબાઇલ પાંચ ટુ વ્હિલર મળી કુલ 4.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News