Get The App

રાજ્યમાં સૌથી ઠંડા ગાંધીનગરમાં 12.7, રાજકોટમાં સીઝનનું સૌથી નીચું તાપમાન

Updated: Nov 24th, 2022


Google News
Google News
રાજ્યમાં સૌથી ઠંડા ગાંધીનગરમાં 12.7, રાજકોટમાં સીઝનનું સૌથી નીચું તાપમાન 1 - image


મિશ્ર ઋતુથી શરદીનો રોગચાળો ચિંતાજનક પ્રસર્યો  : મહુવા 13.3, વડોદરા 13.6, નલિયા 13.8,અમરેલી 14, જુનાગઢ 14.5  ગીરનાર ઉપર સર્વાધિક ઠંડી, જુનાગઢથી 5 સે., તળેટીથી 3 સે.નીચું તાપમાન 

રાજકોટ,: પૂર્વોત્તરનો શિયાળુ પવન રાજ્યમાં ફૂંકાવા સાથે ઠંડી ધીમે ધીમે જોર પકડવા લાગી છે. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં 12.7 સે., સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વાધિક ઠંડી મહુવામાં 13.3 સે. નોંધાઈ છે. આ સાથે સવારે 14-15  સે.તાપમાને કડકડતી ઠંડી અને બપોરે 32-33 સે.એ પહોંચી જતા તાપમાનથી સર્દીની મૌસમ સાથે જ  વાયરલ અને ચેપી શરદી-તાવના કેસોમાં પણ ચિંતાજનક ઉછાળો આવ્યો છે. 

જુનાગઢમાં ગીરનાર પર્વત ઉપર રાજ્યની સર્વાધિક ઠંડી નોંધાતી રહી છે. જુનાગઢ શહેર કરતા ત્યાં પાંચ સે. અને ભવનાથ તળેટી કરતા સરેરાશ 3 સે. નીચું તાપમાન રહે છે. આજે ગીરનાર પર 9.5 , ભવનાથમાં 12.5 સે.તાપમાન નોંધાયુ છે. 

અન્ય શહેરોમાં ન્યુનત્તમ તાપમાન આજે ક્રમાનુસાર વડોદરા 13.6 , નલિયા 13.8, અમરેલી 14.0, જુનાગઢ 14.5 ,કેશોદમાં 14.7સે. તથા રાજકોટમાં આ સીઝનનું સૌથી નીચું 15.8 સે.તાપમાન સાથે સવારે ગરમ વસ્ત્રોની જરૃરિયાત મહેસુસ થઈ હતી. જયારે અમદાવાદ, ડીસા,વલ્લભ વિદ્યાનગર,દમમાં પણ 15થી 16 સે., પોરબંદર, ભાવનગરમાં 17, દિવ અને કંડલા પોર્ટ પર 17.6, સે તાપમાને  રાજ્યમાં ઓખા,દ્વારકા સિવાય તમામ સ્થળે રાત્રિથી સવારે ઠડી અનુભવાઈ હતી પરંતુ,છ-સાત કલાક બાદ બપોરે પારો 15થી 20 સે.વધીને 32=33 સે.એ પહોંચી ગયો હતો. મિશ્ર ઋતુની જનસ્વાસ્થ્ય પર વ્યાપક રીતે માઠી અસર પહોંચી છે અને ચેપી શરદી-તાવ-ઉધરસનો રોગચાળો પ્રસર્યો છે.

Tags :
RajkotCold-in-winterlowest-in-Rajkot

Google News
Google News