Get The App

ચૂંટણી આવી : ગુજરાત પોલીસ વિભાગમાં 12,472 જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
ચૂંટણી આવી : ગુજરાત પોલીસ વિભાગમાં 12,472 જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત 1 - image


Gujarat Police Recruitment 2024 : ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર 12,472 જગ્યાઓ પર પોલીસ ભરતીઓ બહાર પાડવામાં આવી છે. જેમાં નવા 472 PSIની જગ્યા ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPFની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે.

હર્ષ સંઘવીએ ભરતી અંગે કરી જાહેરાત

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા 'X' પર ટ્વિટ કરીને આ અંગે જાહેરાત કરાઈ છે. તેમણે 'X' પર લખ્યું કે, ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર ! રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાઓ. દેશસેવાનું એમનું સપનું થશે સાકાર, ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે આવકાર!

ચૂંટણી આવી : ગુજરાત પોલીસ વિભાગમાં 12,472 જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત 2 - image

ઓનલાઈન કરી શકાશે અરજી

LRD અને PSI સદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 4 એપ્રિલ 2024થી થશે. https://ojas.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકાશે. અરજી કરવાની તારીખે વેબસાઈટ પર પબ્લિશ કરાશે. LRD માટે ધોરણ 12 પાસ અને PSI માટે ગ્રેજ્યુએટ હોવું જરુરી છે. LRDમાં પહેલા ફિઝિકલ પરીક્ષા, ફિઝિકલ ઉતીર્ણ થનાર ઉમેદવારને 200 માર્ક્સની MCQ પરીક્ષા આપવાની રહેશે. તેમાં CBRTની સંભાવના છે. 200 માર્ક્સની પરીક્ષા માટે 180 મિનિટ (3 કલાક)નો સમય આપવામાં આવશે.


Google NewsGoogle News