સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન નિકળેલા 117 મેટ્રીક કચરાનો એક રાત્રમાં જ નિકાલ : 254 સુપરવાઈઝર, 3600 થી વધુ સફાઈ કામદારોએ કરી કામગીરી
Surat Corporation : સુરત શહેરમાં ગઈકાલે ગણેશ વિસર્જન દરમિયાન 117 મેટ્રિક ટન જેટલા કચરાની સફાઈ સુરત પાલિકાના 3600 થી વધુ સફાઈ કર્મચારીઓ તથા 254 સુપરવાઇઝર દ્વારા રાત્રી દરમિયાન કામગીરી કરી કચરો ઉલેચી દેશે અને રોડ ચોખ્ખો ચણાક કરી દેવામાં આવ્યો હતો.
ગઈકાલ મંગળવારે સુરત શહેરમાં 80 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાની વિસર્જન યાત્રા જુદા-જુદા વિસ્તારોમાં નિકળી હતી અને વહેલી સવાર સુધી આ વિસર્જન યાત્રા ચાલતી હતી. આ વિસર્જન યાત્રાને જોવા માટે શહેરના વિવિધ વિસ્તારમાં હજારો લોકો આવ્યા હતા. આખા દિવસ વિસર્જન યાત્રા દરમિયાન આ વર્ષે પણ 117 મેટ્રીક ટન જેટલો કચરો પડ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાના 3600થી વધુ સફાઈ કર્મચારીઓ અને 244 સુપરવાઇઝર દ્વારા રાત્રી દરમિયાન સફાઈની કામગીરી કરશે અને સવાર સુધીમાં 117 મેટ્રીક ટન જેટલો કચરાની સફાઈ કરી દેવામાં આવી હતી. આ કચરો ભેગો કરવા માટે પાલિકાએ કામગીરી કરી હતી. આ કામગીરી દરમિયાન 16 જે.સી.બી., 27 ટ્રક, 175 ડોર ટુ ડોર ગાડી, 140 ઈ-વ્હીકલ તથા 35 મેકેનીકલ સ્વીપર મશીન સાથે સધન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાના આરોગ્ય વિભાગે ગણેશ વિસર્જન યાત્રા નિહાળવા માટે આવેલા કે યાત્રામાં જોડાયેલા લોકોને કોઈ મેડિકલ સારવારની જરૂર પડે તે માટે દરેક ઓવારા પર ટીમ તૈયાર રાખી હતી. જેમાં દિવસ દરમિયાન તમામ મેડિકલ ટીમો દ્વારા કુલ 27 જેટલા દર્દીઓ કે જેમાંથી 7 સામાન્ય ઇજા, 5 ખેંચના તથા 15 અન્ય તકલીફ સાથેના દર્દીઓએ સ્થળ પર સારવાર આપવામાં આવેલ હતી. જેમાંથી 5 જેટલા ખેંચના દર્દીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.