Get The App

રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ' : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે 'ઘુમર લોક નૃત્ય'

Updated: Mar 22nd, 2025

GS TEAM


Google News
Google News
રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ' : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે 'ઘુમર લોક નૃત્ય' 1 - image

image : Twitter

Ghoomar World Record Surat : રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 11000 બહેનો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. 11,000 બહેનો અને માતાઓ એકસાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજુઆત કરશે, આ સમયે ગિનિસ બુકના અધિકારીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.

સુરતમાં અલગ-અલગ જાતિ અને સમાજના લોકો રહે છે જેમાં રાજસ્થાન સમાજના લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલા લોકો અહીં પોતાના વતન રાજસ્થાન દિવસની ખૂબ મોટા પાયે ઉજવણી કરે છે. અને તેમાં પણ આ વખતે તેઓ એ અનોખું આયોજન કર્યું છે. રાજસ્થાન યુવા સમાજનાં વિક્રમ શેખાવત અને રામઅવતાર ભાઈએ કહ્યું કે, ગુજરાતનાં ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનુ પારંપરિત ઘુમર નૃત્ય છે. ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં પહેલીવાર એક સાથે 11,000 બહેનો અને માતાઓ ઘુમર નૃત્ય રજુ કરીને નવો કિર્તિમાન સ્થાપશે.

આ પહેલા, રાજસ્થાનના જયપુરમાં 6,000 બહેનો દ્વારા ઘુમર નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો, જેને સુરત શહેર તોડવા જઈ રહ્યું છે. આ ગ્રાન્ડ ઈવેન્ટ રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરશે અને વિશ્વમાં ગુજરાતી-રાજસ્થાની એકતાનું અનોખું પ્રદર્શન કરશે. રાજસ્થાનથી આ કાર્યક્રમમાં રાજસ્થાનનાં કાલબેલીયા ફોક નૃત્યનાં  સ્પેશ્યાલિસ્ટ આસા સપેરા આવશે. જેનાં ઘુમર નૃત્યનાં સ્ટેપને બહેનો અનુસરશે, સાથે બોલીવુડનાં ફોક ગાયકો પણ હાજર રહેશે. 30 માર્ચના રવિવારના દિવસે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ છે ત્યારે 11,000 લોકોએ એકસાથે ગંગા આરતી કરવાનો પણ આયોજન કરવામાં આવ્યું છે, જે એક નવો કીર્તિમાન બનશે. બનારસનાં ગંગા ધાટથી આરતી કરાવવા ખાસ 11 પંડિતો સુરત આવશે અને ગંગા મૈયાની આરતી કરાવશે.અને સાથે જ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા જળ બચાવો સંકલ્પ અભિયાન હેઠળ વિશાળ જનમેદનીને શપથ લેવડાવવામાં આવશે, અંદાજે 4થી 5 લાખ લોકો એક સાથે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લેશે, જે દેશના ઈતિહાસમાં સૌથી મોટી જળ સંરક્ષણ સંકલ્પ ઉજવણી બનશે.

Tags :