ગલેમંડીના વેપારી પાસેથી રૂ.6.09 કરોડના હીરા લઈ 11 વેપારી અને દલાલનું ઉઠમણું
વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાનો ધંધો કરતા ઘનેશભાઈ સંઘવી પાસેથી બે વર્ષના સમયગાળામાં બધાએ હીરા લીધા પણ પેમેન્ટ કર્યું નહીં
ઈકો સેલે બે વેપારીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા : નવસારીનો વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી રૂ.15 લાખના હીરાની ઠગાઈમાં જેલમાં છે
- વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાનો ધંધો કરતા ઘનેશભાઈ સંઘવી પાસેથી બે વર્ષના સમયગાળામાં બધાએ હીરા લીધા પણ પેમેન્ટ કર્યું નહીં
- ઈકો સેલે બે વેપારીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા : નવસારીનો વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી રૂ.15 લાખના હીરાની ઠગાઈમાં જેલમાં છે
સુરત, : સુરતના મહિધરપુરા ગલેમંડી ખાતે પાંચ જુદાજુદા નામે વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાનો વેપાર કરતા વેસુના વેપારી પાસેથી નવ વેપારી અને બે દલાલે બે વર્ષના સમયગાળામાં રૂ.6.09 કરોડના હીરા ખરીદી પેમેન્ટ નહીં કરી ઉઠમણું કરતા ઈકો સેલે આ અંગે ગુનો નોંધી બે વેપારીની ધરપકડ કરી તેમના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જયારે નવ વેપારી પૈકી નવસારીનો વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી રૂ.15 લાખના હીરાની ઠગાઈમાં જેલમાં છે.
ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાન સીરોહી માલગાંવના વતની અને સુરતમાં વેસુ આભવા રોડ સુડા ભવનની સામે સમપ્રિતી પેલેસ ઘર નં.એ/301 માં રહેતા 43 વર્ષીય ઘનેશભાઈ મોહનલાલ સંઘવી તેમના વૃદ્ધ પિતા સાથે મહિધરપુરા ગલેમંડી સુથાર ફળિયું સુંદર સદન ત્રીજા અને ચોથા માળે ડિયામ જવેલર્સ, ધનેશ મોહનલાલ સંઘવી, દેવાંશી જેમ્સ, મોહનલાલ ભેરુમલ સંઘવી અને શિતલ છાયા ડાયમંડના નામે રિયલ અને સીવીડી હીરાનો વેપાર કરે છે.મહિધરપુરા હીરાબજાર જદાખાડી શુકન બિલ્ડીંગ ઓફિસ નં.501 માં હાનિયા જેમ્સના નામે સીવીડી હીરાનો વેપાર કરતા પાંચાભાઈ ઉર્ફે હનુભાઈ નારણભાઇ શિંગડે વર્ષ 2022 માં ધનેશભાઈની ઓફિસે આવી વાતચીત કર્યા બાદ વેપાર શરૂ કરો હતો અને શરૂઆતમાં સમસયર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો.
તેવી રીતે જ વર્ષ 2022 થી 2024 દરમિયાન વરાછા અને મહિધરપુરા હીરાબજારમાં હીરાનો વેપાર કરતા વેપારીઓ હિતેશ સુરેશભાઇ ગુડાળા ( ભરવાડ ), દલાલ હીતેશભાઇ કેશાભાઇ પુરોહિત મારફતે હનુભાઇ દેવાભાઇ સાપરામેર ઉપરાંત અન્ય વેપારીઓ નવીનભાઇ ભરતભાઇ સોની, નિલેશભાઇ નવીનચંદ્ર શાહ, પરાગભાઇ હિરાલાલ મહેતા, વિપુલ વિઠ્ઠલભાઇ પટેલ, વીગુલભાઇ રાજેશભાઇ વાઘાણી અને દલાલ અશોકભાઇ પ્રાગજીભાઇ પટેલ મારફતે વેપારી રાજુભાઇએ તેમની ઓફિસે આવ્યા હતા અને હીરા ખરીદી સમસયર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો.જોકે, ત્યાર બાદ તેમણે કુલ રૂ.6,08,58,691 ના હીરા ખરીદી પેમેન્ટ ચુકવ્યું નહોતું અને તમામ વેપારીએ અને બંને દલાલે કામ બંધ કરી દઈ ઉઠમણું કર્યું હતું.
આ અંગે ધનેશભાઈએ ગતરોજ નવ વેપારી અને બે દલાલ વિરુદ્ધ ગતરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં રૂ.6.09 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવતા તપાસ ઈકો સેલને સોંપવામાં આવી હતી.ઈકો સેલે આ ગુનામાં બે વેપારી પાંચાભાઈ ઉર્ફે હનુભાઈ નારણભાઈ શિંગડ ( રહે.ઘર નં.એ/203, સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ, નનસાડ ગામ, કામરેજ, સુરત. મૂળ રહે.ભેભા ગામ, તા.ઉના, જી.ગીર સોમનાથ ) ને કામરેજથી જયારે નિલેશભાઈ નવીનચંદ્ર શાહ ( રહે.ઘર નં.1003, હેરિઝોન એપાર્ટમેન્ટ, વીઆઈપી રોડ, વેસુ, સુરત. મૂળ રહે.ખોડલા ગામ, તા.પાલનપુર, જી.બનાસકાંઠા ) ને વેસુ ખાતેથી ઝડપી પાડી તેમની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.આ ગુનામાં સામેલ નવસારીનો વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી રૂ.15 લાખના હીરાની ઠગાઈમાં જેલમાં છે.વધુ તપાસ પીઆઈ કે.વી.બારીયા કરી રહ્યા છે.
ઉઠમણું કરનારા આરોપીઓ સુરત, નવસારી, ભાવનગર, બનાસકાંઠા અને ગીર સોમનાથના
(1) પાંચાભાઇ ઉર્ફે હનુભાઇ નારણભાઇ શિંગડ ( રહે.ઘર નં.એ/203, સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ, નનસાડ ગામ, કામરેજ, સુરત. મૂળ રહે.ભેભા ગામ, તા.ઉના, જી.ગીર સોમનાથ )
(2) હિતેશ સુરેશભાઇ ગુડાળા ( ભરવાડ ) ( રહે.પહેલી શેરી,સ્વસ્તિક એપાર્ટમેન્ટની પાછળ, સીતારામનગર સોસાયટી, સિંધી કેમ્પ, નવસારી. મૂળ રહે.દેવગાણા ગામ, તા.શિહોર, જી.ભાવનગર )
(3) દલાલ હીતેશભાઇ કેશાભાઇ પુરોહિત ( રહે..ઘર નં.સી/101, ભક્તિ હાઈટસ, સંડે રેસીડન્સીની સામે, કોસાડ સાયણ રોડ, અમરોલી, સુરત. મૂળ રહે.મેવાડા ગામ, તા.ધાનેરા. જી.બનાસકાઠા )
(4) હનુભાઇ દેવાભાઇ સાપરામેર ( રહે.ઘર નં.63-64, દેવદિપ સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત. મૂળ રહે.રાજપીપળ-1 ગામ, તા.ગઢડા ( સ્વામીના ), જી.બોટાદ )
(5) નવીનભાઇ ભરતભાઇ સોની ( રહે.201,રાધે રાધે એપાર્ટમેન્ટ, રઘુનંદન-2 સોસાયટી, ઈન્દોર રોડ, દાહોદ. હાલ રહે.નવસારી )
(6) નિલેશભાઇ નવીનચંદ્ર શાહ ( રહે..ઘર નં.1003, હોરિઝોન એપાર્ટમેન્ટ, વીઆઇપી રોડ, વેસુ, સુરત. મૂળ રહે.ખોડલા, તા.પાલનપુર, જી.બનાસકાઠા )
(7) પરાગભાઇ હીરાલાલ મહેતા ( ઠેકાણું.501, શુકન બિલ્ડીંગ, હીરાબજાર, જદાખાડી, સુરત. રહે.નવસારી )
(8) દલાલ અશોકભાઇ પ્રાગજીભાઇ પટેલ ( રહે.ઘર નં.બી/2/20, શિવમ કોમ્પલેક્ષ, કુંભારીયા, પૂણાગામ, સુરત )
(9) રાજુભાઇ ( રહે.લુન્સી કુઇ, નવસારી )
(10) વિપુલ વિઠ્ઠલભાઇ પટેલ ( ઠેકાણું.16, સહજાનંદ બિલ્ડીંગ, હીરાબજાર, મહિધરપૂરા, સુરત )
(11) વીગુલભાઇ રાજેશભાઇ વાઘાણી ( રહે.ઘર નં.502, શરણમ એલીગન્સ, કોઝવે ભરીમાતા રોડ, સિંગણપોર, કતારગામ, સુરત. મૂળ રહે.સાકરીયા પ્લોટ, સણોસરા ગામ, તા.શિહોર, જી.ભાવનગર )