હોસ્પિટલમાં દાખલ થયેલી સિનિયર સિટીઝન મહિલાના મકાનમાંથી 11 તોલા દાગીનાની ચોરી
વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતી સીનીયર સીટીઝન મહિલાના મકાનમાંથી ચોરો બે લાખ ઉપરાંત ની મતા ચોરી ગયા હોવાનો બનાવ બન્યો છે.
ન્યુ સમા રોડ વિસ્તારની વિદ્યાવિહાર સોસાયટીમાં રહેતા વન લતાબેન પટેલે પોલીસને કહ્યું છે કે ગઈ તા.9મીએ હૃદયની બીમારીને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી.
આ દરમિયાન ચોરોએ મારા મકાનનું તાળું તોડી સોના તેમજ ડાયમંડના 11 તોલા ઉપરાંતના દાગીના અને અન્ય ચીજોની ચોરી કરી હતી. ફતેગંજ પોલીસે આ બનાવ અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.