વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસમાં 11 ખાદ્ય પદાર્થના નમુના નાપાસ : વેપારીઓ સામે કાર્યવાહી થશે
Vadodara Food Safety : જાહેર જનતાના આરોગ્યની સુખાકારી ધ્યાને લઈ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી મુખવાસ, પનીર, ગોળ, આઈસક્રીમ, ઘી, ડ્રાયફુટ વિગેરેનું વેચાણ કરતા હોલસેલર, રીટેલર, ડીસ્ટ્રીબ્યુટર, રેસ્ટોરન્ટ, ફુડ સર્વીસીસ રેસ્ટોરન્ટ, મેનુફેક્ચરર વિગેરેમાં સધન ઇન્સ્પેકશનની કામગીરી વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ક૨વામાં આવી હતી. ઇન્સ્પેક્શનની કામગીરી દરમ્યાન લેવામાં આવેલ નમુનાઓમાં 11 નમુનાઓ નાપાસ આવેલ છે. જેમાંથી 01-નમુનો અનસેફ અને 10-નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓ સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા શહેર વિસ્તારની જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઈ માન.મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા અને ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારો માંથી મુખવાસ, પનીર, ગોળ, આઈસક્રીમ, ઘી, ડ્રાયફુટ વિગેરેનું વેચાણ ક૨તા હોલસેલર, રીટેલર, ડીસ્ટ્રીબ્યુટર, રેસ્ટોરન્ટ, ફુડ સર્વીસીસ રેસ્ટોરન્ટ, મેનુફેક્ચરર વિગેરેમાં સધન ઇન્સપેક્શનની કામગીરી ક૨વામાં આવી હતી.
ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના હાથીખાના, વાઘોડીયા રોડ, હરણી, સેવાસી, તસાલી બાયપાસ, ફતેપુરા, ગોરવા અને કારેલીબાગ વિગેરે વિસ્તારોમાં આવેલ હોલસેલર, રીટેલર, ડીસ્ટ્રીબ્યુટર, રેસ્ટોરન્ટ, ફુડ સર્વીસીસ રેસ્ટોરન્ટ, મેનુફેક્ચ૨૨ વિગેરેમાંથી મુખવાસ, પનીર, ગુર (ગોળ). આઈસકીમ, ઘી, ડ્રાયફુટ વિગેરેના 11- નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થક૨ણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે. જેમાંથી 01-નમુનો અનસેફ અને 10-નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓની સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવશે.