Get The App

જાન્યુઆરીમાં ગુજરાતમાં 11 ભૂકંપ, કચ્છ ભચાઉ પાસે વધુ 3નો ધરતીકંપ

Updated: Jan 30th, 2025


Google News
Google News
જાન્યુઆરીમાં ગુજરાતમાં 11 ભૂકંપ, કચ્છ ભચાઉ પાસે વધુ 3નો ધરતીકંપ 1 - image


ધરતીના પેટાળમાં વધી રહી છે હીલચાલ 

ઈ.૨૦૦૧ના ભયાનક ભૂકંપના કેન્દ્રબિંદુ નજીક ધરતીમાં લગભગ એટલી જ ઉંડાઈએ આંચકો,મંગળવારે ગુજરાત નજીક રાજસ્થાનમાં પણ ધરતીકંપ 

રાજકોટ: કચ્છ,સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને હચમચાવી નાંખનાર કચ્છના મહાભયાનક ભૂકંપને હજુ ત્રણ દિવસ પહેલા જ ૨૪ વર્ષ પૂરા થયા છે ત્યારે આજે ભચાઉથી ૧૯ કિ.મી. ઉત્તરે પરોઢીયે ૩.૦ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધુ્રજી ઉઠી હતી. જાન્યુઆરીમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં હીલચાલ વધી છે અને ૨.૫થી વધુ તીવ્રતાના ૧૧ ભૂકંપો આ માસમાં નોંધાયા છે. 

ઈ.૨૦૦૧નો ભૂકંપ ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિ.મી.દક્ષિણે ધરતીમાં ૧૭.૬ કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો, આજનો આંચકો ભચાઉ તાલુકામાં ૧૯ કિ.મી. ઉત્તર,પૂર્વમાં ૧૭.૮ કિ.મી. ઉંડાઈએ અને વાયકા-કાંકરવા ગામ વચ્ચે જડસા ગામ પાસે ઉદ્ભવ્યો છે. આમ, હજુ પણ ફોલ્ટલાઈનમાં આંચકા ઉદભવી રહ્યા છે. 

સૌરાષ્ટ્ર-કચ્છમાં જો વારંવાર ભૂકંપો આવતા હોય છે,ચાલુ જાન્યુઆરી માસમાં આ પહેલા રાપર પંથકમાં ૩, ભચાઉ પંથકમાં ૧,દુધઈ પંથકમાં ૧,  સૌરાષ્ટ્રના તાલાલા પંથકમાં ૨, ઉના વિસ્તારમાં ૧, ઉત્તર ગુજરાતના વાવથી ૩૦ કિ.મી.અંતરે ૧ ભૂકંપ ઉદભવ્યા હતા. હજુ ગઈકાલે જ ઉત્તર ગુજરાતની પ્રદેશ સરહદ નજીક ધરોઈથી ૬૧ કિ.મી.ઉત્તરે રાજસ્થાનમાં ૨.૭નો આંચકો ગુજરાતના આઈ.એસ.આર.માં નોંધાયો હતો. 

Tags :
Kutch11-earthquakes-in-Gujarat-in-January3-more-near-Bhachau

Google News
Google News