Get The App

જામનગર ક્રાઈમ બ્રાન્ચની અસરકારક કામગીરી : કરોડોની ઠગાઈમાં સંડોવાયેલા 11 આરોપીઓ ઝડપાયા

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
જામનગર ક્રાઈમ બ્રાન્ચની અસરકારક કામગીરી : કરોડોની ઠગાઈમાં સંડોવાયેલા 11 આરોપીઓ ઝડપાયા 1 - image


Jamnagar Crime Branch : જામનગરમાં ઓનલાઈન આર્થિક ઠગાઈના વધતા બનાવોને ડામવા માટે જામનગર સાયબર ક્રાઈમ પોલીસે મહત્વની કામગીરી કરી છે. પોલીસે ગુનાહીત હેતુસર બેંક એકાઉન્ટ ખોલાવી લોકો પાસેથી કરોડો રૂપિયા ઉંચા કરનારા 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કામગીરીમાં પોલીસે આરોપીઓ પાસેથી 4 કરોડ રૂપિયાથી વધુની અનધિકૃત લેવડદેવડના પુરાવા મેળવ્યા છે. 

આરોપીઓ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા હતા અને તેઓ ઓનલાઈન ફ્રોડ, લોન ફ્રોડ જેવા ગુનાઓ આચરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ ઉપકરણો કબજે કર્યા છે. જામનગર સાયબર ક્રાઈમ પોલીસની આ કામગીરીને બિરદાવી છે અને જિલ્લાના પોલીસ અધિકારીઓને આવા ગુનાઓને રોકવા માટે સતત પ્રયાસો કરવા જણાવ્યું છે. 

જામનગર સાયબર ક્રાઇમની ટીમ દ્વારા જામનગરના જ વતની મયુર મનહરલાલ સોઢા, અમીર હુસેન હનીફભાઈ, ઉમેદ ઓસમાણભાઈ ગોધાવીયા, મહેન્દ્ર રામજીભાઈ, જફરૂલ્લાખાન સુલતાન ખાન લોદી, મોઇઝખાન લોદી, આનંદ હિતેશભાઈ ચોથાણી, મહેબુબભાઇ મકવાણા, દેવરાજ બાબુભાઈ ચોવટીયા, સમીર હસમુખભાઈ ટિકરિયા અને મુકેશ અરવિંદભાઈ રાઠોડની અટકાયત કરી લઈ તમામની વધુ પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News