વડોદરા જિલ્લાના તાલુકાના ભાજપના 12 મંડલ પ્રમુખ માટે 109 દાવેદાર
વડોદરાઃ વડોદરા જિલ્લા ભાજપ દ્વારા તાલુકા મંડલના પ્રમુખ માટે યોજાયેલી કવાયત દરમિયાન ૧૦૯ ઉમેદવારોએ દાવેદારી કરી છે.
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું છે કે, ભાજપે મંડલના પ્રમુખ પદ માટે ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી પસંદગીની કાર્યવાહી હાથ ધરી છે.જે દરમિયાન ગઇકાલે આઠ તાલુકાના આઠ મંડલ તેમજ નગરના મંડલ પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી.
જેમાં કુલ ૧૨ મંડલ પ્રમુખ માટે ૧૦૯ ફોર્મ ભરાયા છે.સૌથી વધુ ફોર્મ વડોદરા તાલુકાના ૧૯ અને સૌથી ઓછા ફોર્મ સાવલી તાલુકાના માત્ર ૩ ફોર્મ ભરાયા છે.