દેશની પહેલી લોકસભા ચૂંટણીમાં મત આપનાર 101 વર્ષની આ વ્યક્તિ 7મીએ ગુજરાતમાં કરશે મતદાન

મતદાનમાં ઉદાસીનતા દાખવીએ તો ત્યારબાદ આપણને બોલવાનો કોઇ અધિકાર નથી

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
દેશની પહેલી લોકસભા ચૂંટણીમાં મત આપનાર 101 વર્ષની આ વ્યક્તિ 7મીએ ગુજરાતમાં કરશે મતદાન 1 - image

Lok Sabha Elections 2024 |  વડોદરાની લોકસભા બેઠક તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક પર પ્રથમવાર મતદાન કરનાર યુવાઓની સાથે અન્ય તમામ મતદાતાઓ ઉપરાંત શતાયુ મતદારો પણ ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉત્સાહિત છે.

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કારવણ ગામના ૧૦૧ વર્ષના મતદાર કેસુરભાઈ પ્રભુદાસ પટેલે યુવાનોને મતદાન માટેની ખાસ અપીલ કરતા કહ્યું કે, આપણે સરપંચ, ધારાસભ્ય, સાંસદ કે સરકારે શું કરવું જોઈએ? તેની સરળતાથી શીખ આપી દઈએ છીએ. પણ મત આપવાનો વારો આવે ત્યારે ઉદાસીનતા દાખવીએ છીએ, તો પછી આપણને બોલવાનો અધિકાર નથી. 

૧૯૫૧માં પહેલી લોકસભાથી મતદાન કરતા શતાયુ મતદાર કેસુરભાઈ પટેલે સ્વતંત્રતા બાદ યોજાયેલી ભારતની પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધી યોજાયેલી તમામ ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છે. આ વખતે પણ તેઓ સાતમી તારીખે મતદાન કરવા જશે. તેઓ મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે. જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકારને દાનના રૂપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ કરી છે.

દેશની પહેલી લોકસભા ચૂંટણીમાં મત આપનાર 101 વર્ષની આ વ્યક્તિ 7મીએ ગુજરાતમાં કરશે મતદાન 2 - image

વડોદરા જિલ્લાના શતાયુ મતદારો યુવા મતદારોની મતદાન પ્રત્યેની ઉદાસીનતાને ખૂબ જ ગંભીર ગણાવે છે, મહત્વનું છે કે, સમગ્ર વડોદરા જિલ્લામાં કુલ ૮૧૧ શતાયુ મતદાર છે, જેમાંથી ૬૨૬ શતાયુ મતદારો આગામી તા.૭ મેના રોજ વડોદરા લોકસભા બેઠક માટે મતદાન કરી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બનશે. 

પાદરા અને ડભોઈ વિધાનસભા મતવિભાગનો સમાવેશ છોટાઉદેપુર લોકસભામાં અને કરજણ વિધાનસભા મતવિભાગનો સમાવેશ ભરૂચ લોકસભામાં થાય છે, એટલે કે વડોદરા જિલ્લાના ૧૮૫ શતાયુ મતદારો અન્ય લોકસભા બેઠક માટે મતદાન કરશે. 

દેશની પહેલી લોકસભા ચૂંટણીમાં મત આપનાર 101 વર્ષની આ વ્યક્તિ 7મીએ ગુજરાતમાં કરશે મતદાન 3 - image



Google NewsGoogle News