Get The App

જામનગરમાં કુંભાર વાડામાંથી ઓરડીમાંથી અંગ્રેજી દારૂની 101 નંગ બોટલનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
જામનગરમાં કુંભાર વાડામાંથી ઓરડીમાંથી અંગ્રેજી દારૂની 101 નંગ બોટલનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર 1 - image


Jamnagar Liquor Case : જામનગરના નવા કુંભાર વાડા વિસ્તારની એક ઓરડી ઉપર પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને 101 નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હતો.

ગઇકાલે સીટી એ. ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાની સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સપેટકર એમ.એન.રાઠોડ સાથે સર્વેલન્સ સ્કોડ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના સ્ટાફને ચોકકસ બાતમી મળેલ કે, ભોયવાડાની અંદર નવા કુંભારવાડામાં રહેતો અને સોપારીનું કામ કરતો મયુર ઉર્ફ લકકી નરોતમભાઇ મંડલી પોતાના કબ્જા ભોગવટાની અને સોપારી કટીંગ કામની ઓરડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો રાખી તેનું વેચાણ કરે છે. તેથી પોલીસે દરોડો પાડયો હતો. 

આ સમયે આરોપી મયુર ઉર્ફ લકકી નરોતમભાઇ મંડલી હાજર મળી આવ્યો ન હતો. પરંતુ તેની ઓરડીમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની 101 નંગ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.52,500 ની કીમતનો દારૂ કબજે લીધો હતો. અને આરોપી મયુર ઉર્ફ લકકી નરોતમભાઇ મંડલીને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.


Google NewsGoogle News