સુરતના અલથાણ ડેપો ખાતે સેકન્ડ લાઈફ બેટરી સાથેનો 100 કિ.વો. ક્ષમતાનો રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરાશે
Surat Corporation : સુરત પાલિકા દ્વારા સામુહિક પરિવહન સેવામાં ડીઝલ બસના બદલે તબક્કાવાર ઈ-બસ શરૂ કરવામાં આવી રહી છે. ડિસેમ્બર 2025 સુધીમાં તમામ બસ ઈ-બસમાં કન્વર્ટ કરવા માટે આયોજન છે. તેના કારણે પર્યાવરણની જાળવણી થઈ રહી છે પરંતુ વધુ જાળવણી થાય તે માટે પાલિકાના અલથાણ ડેપો ખાતેકન્ડ લાઈફ બેટરી સાથેનો 100 કિ.વો. ક્ષમતાનો રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપી છે.
સુરત પાલિકા દ્વારા અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપોના વહીવટી બિલ્ડીંગની છત પર 100 કિ.વો. રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી છે. અંગે માહિતી આપતા સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ માટે બેટરીના વપરાશનો આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે. આવી સિસ્ટમનું ટેકનીકલ કામગીરીનું પ્રથમવાર નિર્દેશન કર્યું છે. પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અંદાજે દોઢ કરોડનો ખર્ચ થશે જોકે એજન્સી આ ખર્ચ કરવાની હોવાથી પાલિકાને આર્થિક ભારણ રહેશે નહીં. પાલિકાએ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા માટેની જગ્યા તથા બેટરી સ્ટોરેજ માટે વિનામૂલ્યે રૂમની ફાળવણી કરવાની રહેશે.
આ પ્રોજેક્ટના કારણે જનરેટ થતી એનર્જીને સેકન્ડ લાઈફ બેટરીમાં સ્ટો૨ ક૨વામાં આવશે અને આ બેટરીમાં સ્ટો૨ થયેલી એનજીનો વપરાશ રાત્રિ દરમ્યાન પણ ઇલેક્ટ્રિક બસના ચાર્જીંગ માટે કરવામાં આવશે. રૂફટોપ સોલાર લગાવવાથી વાર્ષિક અંદાજે 1 લાખ યુનિટ વીજ પાવરનું ઉત્પાદન થશે અને જેના થકી અંદાજે વાર્ષિક 8 લાખની વીજબીલમાં બચત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, GIZ જર્મન સંસ્થા ભારતમાં કુદરતી સંસાધનોને વેગ આપવા માટે સમર્થન કરી રહી છે. પ્રદુષણ ઘટાડવાના જેવા પ્રોજેક્ટ પર ઈલેકટ્રીક બસ દ્વારા થતા કાર્બન ઉત્સર્જનને મર્યાદિત થશે તથા ગ્રીન મોબીલીટીને વેગ મળશે. તેમ કરી શકાય તે માટે આ સંસ્થા કામ કરી રહી છે. આ સ્થાપિત થયા બાદ પ્લાન્ટ દ્વારા જનરેટ થયેલ એનર્જીને અનુરૂપ વિજબીલમાં થયેલ બચતની વસુલાતના સીટીલિંક દ્વારા બસ ઓપરેટરના બીલમાંથી કરવામાં આવશે.