Get The App

પાંડેસરા નજીકના વડોદ ગામની ઘટના: બે નાના ભાઇને પૈસા આપી નાસ્તાના બહાને રૂમની બહાર મોકલી 10 વર્ષની બાળા સાથે દુષ્કર્મ

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
પાંડેસરા નજીકના વડોદ ગામની ઘટના: બે નાના ભાઇને પૈસા આપી નાસ્તાના બહાને રૂમની બહાર મોકલી 10 વર્ષની બાળા સાથે દુષ્કર્મ 1 - image




- દેરાણી અને તેના બે પુત્ર સાથે મહિલા નોકરી પર ગઇ ત્યારે પડોશી યુવાનનું જધન્ય કૃત્યઃ બાળકીના કપડા કાઢી નાંખ્યા અને પોતે પણ નિર્વસ્ત્ર થઇ હોઠ અને ગાલ પર કીસ કરી ગુપ્તાંગમાં અડપલા કર્યા
- મહિના અગાઉ છ પૈકી ચાર સંતાન સાથે મહિલા રોજગારી માટે સુરત આવી હતીઃ ત્રણ ભાઇ-બહેન ઘરે એકલા હતા ત્યારની ઘટના


સુરત

પાંડેસરા નજીકના વડોદ ગામમાં બપોરના અરસામાં બે નાના ભાઇને પૈસા આપી નાસ્તાના બહાને રૂમની બહાર મોકલી આપી પડોશમાં રહેતા હવસખોર નરાધમે 10 વર્ષીય બાળકીને નિર્વસ્ત્ર કરી હોઠ અને ગાલ ઉપર કીસ કરવા ઉપરાંત ગુપ્તાંગમાં અડપલા કરી હવસનો શિકાર બનાવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
બિહારના ઔરંગાબાદ જિલ્લાની 35 વર્ષીય સરલા (નામ બદલ્યું છે) મહિના અગાઉ છ સંતાન પૈકી બે પુત્રી અને બે પુત્ર સાથે રોજગારી માટે સુરત આવી હતી અને હાલમાં વડોદ ગામ સ્થિત સાગર સિનેમા નજીકના વિસ્તારમાં દિયર અને દેરાણી સાથે રહે છે. જયારે માનસિક બિમાર પતિ વતનમાં અને બીજા નંબરની પુત્રી પરિણીત સૌથી મોટી પુત્રી સાથે તેના સાસરે રહે છે. ગત રોજ સરલાનો દિયર સવારે સાડા આઠ વાગ્યે નોકરી પર જવા નીકળ્યો હતો અને ત્યાર બાદ સરલા પણ દેરાણી અને તેના પુત્ર સાથે પાંડેસરા જીઆઇડીસીની મિલમાં નોકરી પર ગઇ હતી. તે દરમિયાન સરલાની 10 વર્ષીય પુત્રી રવિના (નામ બદલ્યું છે) અને 9 વર્ષ અને 7 વર્ષના પુત્ર સાથે ઘરે હતી.

પાંડેસરા નજીકના વડોદ ગામની ઘટના: બે નાના ભાઇને પૈસા આપી નાસ્તાના બહાને રૂમની બહાર મોકલી 10 વર્ષની બાળા સાથે દુષ્કર્મ 2 - image

બપોરના અરસામાં ત્રણેય ભાઇ-બહેન રૂમમાં સુતેલા હતા ત્યારે પડોશમાં રહેતો હવસખોર નરાધમ મનોજસીંગ રાજેન્દ્રસીંગ ઘરમાં ઘુસી ગયો હતો. મનોજસીંગે બંને ભાઇને પૈસા આપી નાસ્તો કરવા બહાર મોકલી આપ્યા હતા અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી રવિનાના કપડા કાઢી નાંખવા ઉપરાંત પોતે પણ નિર્વસ્ત્ર થઇ ગયો હતો. ત્યાર બાદ રવિનાના ગાલ અને હોઠ ઉપર કીસ કરવાની સાથે ગુપ્તાંગમાં અડપલા કરવાનું શરૂ કર્યુ હતું. જેથી રવિનાને ગુપ્તાંગમાં પીડા થતા બુમાબુમ કરવાની સાથે રડવા લાગી હતી. જેથી પકડાય જવાના ડરે તુરંત જ પોતાના કપડા પહેરી ત્યાંથી ભાગી ગયો હતો. રવિનાની બુમાબુમ સાંભળી પડોશમાં રહેતી મહિલા દોડી આવી હતી અને રવિનાએ મનોજસીંગની કરતૂતની જાણ કરી હતી. ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓ એકઠા થઇ ગયા હતા અને સોસાયટીમાં જ રહેતી સંબંધી મહિલા રવિનાને પોતાના ઘરે લઇ જવાની સાથે તેની માતા તથા કાકાને જાણ કરી હતી.

બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમ બે પુત્રીનો પિતા

પાંડેસરા નજીકના વડોદ ગામની ઘટના: બે નાના ભાઇને પૈસા આપી નાસ્તાના બહાને રૂમની બહાર મોકલી 10 વર્ષની બાળા સાથે દુષ્કર્મ 3 - image

માતા નોકરી પર ગઇ હતી ત્યારે રવિના બે નાના ભાઇ સાથે બપોરના અરસામાં રૂમમાં સુતેલી હતી ત્યારે તેણીને પોતાની હવસનો શિકાર બનાવનાર નરાધમ મનોજસીંગ રાજેન્દ્રસીંગને પોલીસે ઝડપી પાડયો છે. 30 વર્ષીય નરાધમ સંચા ખાતામાં નોકરી કરે છે અને તેને સંતાનમાં બે પુત્રી છે. જેઓ તેની પત્ની સાથે વતનમાં રહે છે. બે પુત્રી પૈકીની મોટી પુત્રી ધો. 10 અને નાની પુત્રી ધો. 8 માં અભ્યાસ કરે છે. પોલીસે નરાધમ મનોજસીંગનો મોબાઇલ કબ્જે લઇ તેની પણ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News