Get The App

બમ્પને લીધે ૧૦ વર્ષનો બાળક બાઇક પરથી પટકાયા બાદ ટ્રક ફરી વળતા મોત

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
બમ્પને લીધે ૧૦ વર્ષનો બાળક બાઇક પરથી પટકાયા બાદ ટ્રક ફરી વળતા મોત 1 - image


 - સચિન-પલસાણા રોડ પર તરાજ ગામ પાસે

- અંધારુ હોવાથી ઉંચો બમ્પ નહી દેખાતા સેલવાસ ખાતે બંદોબસ્તમાંથી પરત આવતા પોલીસ કોન્સ્ટેબલે વ્હાલસોયો પુત્ર ગુમાવ્યો

સુરત,:

સેલવાસ ખાતે બંદોબસ્તમાંથી સુરત આવતી વખતે બુધવારે રાતે સચીન-પલસાણા રોડ પર બંમ્પના લીધે બાઇક પરથી પોલીસકર્મીના ૧૦ વર્ષીય પુત્ર રડો પડી ગયો હતો. બાદમાં પુરપાટ હંકારતા ટ્રકે બાળકને અડફેટે લેતા મોતને ભેટયો હતો.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ દાહોદમાં ઝાદોલમાં રળીયાપુરાનો વતની અને હાલમાં અઠવા લાઇન્સ ખાતે આદર્શ સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષીય સંદિપ રેમાલભાઇ મુનીયા સુરત હેડ કવાર્ટસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજવા છેે. જોકે થોડા દિવસ પહેલા તેમનો ૧૦ વર્ષીય પુત્ર શ્રેયકુમાર દિવાળી વેકેશન હોવાથી વતનથી તેના સંદિપ સુરત લાવ્યો હતો. જોકે સેલવાસ ખાતે રાષ્ટ્રપતિ માટે પોલીસ બંદોબસ્ત હોવાથી  ચારએક દિવસ પહેલા સંદિપ તેના પુત્ર શ્રેયકુમાર લઇને સેલવાસ ગયો હતો. દરમિયાન બંદોબસ્ત પૂર્ણ થયા બુધવારે રાતે સંદિપ બાઇક પર પુત્રને લઇને સુરત આવવા નીકળ્યા હતા. તે સમયે સચીન પલસાણા રોડ તરાજગામ નજીક અંધારુ હોવાથી સંદિપને બમ્પ નહી દેખાતા તેમનો પુત્ર ઉછળીને રોડ પડયો હતો. તે સમયે ત્યાંથી પસાર થતી પુરપાટ ટ્રક ચાલકે બાળકને ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. જેથી બાળકને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે શ્રેયકુમાર વતનની શાળામાં ધો.૫માં અભ્યાસ કરતો હતો. તેનો એક નાનો ભાઇ છે.


Google NewsGoogle News