દબાણ શાખાની ટીમ પર હુમલો કરનાર ૧૦ ઝડપાયા
એક કર્મચારીને લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી
વડોદરા,કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી દરમિયાન નવાપુરામાં હુમલો થયો હતો. આ ગુનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપી પાડયા છે.
નવાપુરા મહેબૂબપુરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણ શાખાની ટીમ સાથે તકરાર કરી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ ગુનામાં નવાપુરા પોલીસે ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં (૧) અખતરમીંયા યાકુબમીંયા શેખ (૨) ઇકબાલ મહંમદહનિફ શેખ (૩) સમીરખાન બસીરખાન બલોચ (૪) ઇમરાન ઇસ્માઇલભાઇ શેખ (૫) ફૈઝલ જાફરમીંયા બાબરચી (૬) અયાશ પીરમહંમદ પઠાણ (૭) વસીમખાન હસનખાન પઠાણ (૮) શાહરૃખખાન હસનખાન પઠાણ (૯) સકીલ અહેમદ ઇકબાલ અહેમદ શેખ તથા (૧૦) શબ્બીર હનિફમીંયા શેખ ( તમામ રહે. નવાપુરા) નો સમાવેશ થાય છે.