VIDEO : ગાંધીનગરનું અક્ષરધામ 10 હજાર દીવડાથી ઝગમગી ઉઠ્યું, દિવાળીએ મંદિરમાં દર્શન ચાલુ રહેશે
Gandhinagar's Akshardham Temple : રાજ્યમાં દિવાળી પર્વ સમયે ગાંધીનગરના અક્ષરઘામ ખાતે 10 હજાર દિવડા સાથે દિપોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રકાશ પર્વની ઉજવણી કરાઈ.
10 દિવડા સાથે દિપોત્સવની ભવ્ય ઉજવણી
રાજ્યમાં પ્રકાશના મહાપર્વ દિવાળી તહેવાર ટાણે ગાંધીનગરના અક્ષરઘામ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં ગાંધીનગર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી છે. સ્વામિનારાયણ અક્ષરધામ મંદીર ખાતે 10 હજાર દિવડા સાથે દિપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
8 નવેમ્બર સુધી દિપોત્સવની ઉજવણી થશે
આ ભવ્ય ઉજવણીમાં અક્ષરધામ મંદિર પ્રાંગણમાં દિવડા સાથે ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું. BAPS સ્વામિનારાયણ મંદીર ગાંધીનગર ખાતે 31 ઑક્ટોબરથી 8 નવેમ્બર સુધી દિપોત્સવની ઉજવણી થશે. છેલ્લા 32 વર્ષથી મંદીર ખાતે દિવાળી પર્વ પર દિપોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ગાંધી આશ્રમ રોડ આ તારીખથી કાયમી બંધ થશે, અવરજવર માટે નવો રૂટ શરૂ કર્યો
જ્યારે દિવાળી તહેવારને ધ્યાને રાખી સોમવારે મંદીર દર્શન ચાલું રહેશે. આગામી 11 નવેમ્બરના રોજ નીલકંઠ વર્ણીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે.