વાડીમાં ચાલતીકલબમાં જુગાર રમતા રાજકોટના ચાર સહિત ૧૦ પકડાયા
વિસાવદર તાલુકાના રતાંગ-હરિપુરની સીમમાં
૮.૨૦ લાખ રોકડા,બે વાહન અને મોબાઈલ મળી કુલ ૨૬.૩૨ લાખનો મુદામાલ કબ્જે
જૂનાગઢ : વિસાવદર તાલુકાના રતાંગથી હરિપુર રોડ પર આવેલી એક વાડીમાં
ચાલતી કલબમાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા રાજકોટના ચાર સહીત કુલ ૧૦ શખ્સને પકડી
લઈ ૮.૨૦ લાખ રોકડા અને વાહન તેમજ મોબાઈલ મળી કુલ ૨૬.૩૨ લાખનો મુદામાલ કબ્જે કરી
વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ વિસાવદર તાલુકાના હરિપુરમાં રહેતો
વજૂ વિઠલ શીંગાળા રતાંગ રોડ પર આવેલી વાડીમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે
એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા વજુ વિઠલ શીંગાળા,ઉપલેટાના જેન્તી રામજી ડોબરીયા,જીતેન્દ્ર છગન
કપુપરા,રાજકોટના
મધુભા પથુભા જાડેજા, અરવિંદ
શામજી ફળદુ, પ્રદ્યુમ્નસિંહ
ભાવસિંહ ઝાલા,જમન
કુરજી પ્રજાપતિ,ભાવેશ
રણછોડ ખાણદર, ધારી
તાલુકાના શીવડ ગામના સમકુ દેવાયત ખવડ અને માખાવડ ગામના જીતેન્દ્ર મણિલાલ પટેલને
પકડી લઈ ૮.૨૦ લાખ રોકડા,૧૦
મોબાઈલ ફોન અને બે વાહન મળી કુલ ૨૬.૩૨ લાખનો મુદામાલ કબ્જે કરી વિસાવદર પોલીસ
સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.