રાજકોટમાં નવા કોરોનાના 10 કેસો, મનપા-સરકાર દ્વારા છુપાવાતી વિગતો

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
રાજકોટમાં નવા કોરોનાના 10 કેસો, મનપા-સરકાર દ્વારા છુપાવાતી વિગતો 1 - image


રોગથી જનતાને વાકેફ કરી નિયંત્રણમાં લેવાને બદલે છુપાવવાની ચેષ્ટા  : નવા વધુ સંક્રામક વેરિયેન્ટ જેએન-1 પ્રસર્યો હોવાની શંકા, અમીનમાર્ગ પછી શાંતિનિકેતનમાં મુંબઈ રિટર્નને કોરોના 

રાજકોટમાં નવા કોરોનાના 10 કેસો, મનપા-સરકાર દ્વારા છુપાવાતી વિગતો રાજકોટ, : ફરી  એક વાર કોરોના માથુ ઉંચકી રહ્યો છે અને તેમાં ગુજરાત કે કેન્દ્ર સરકારની  સ્વાભાવિક કોઈ બેદરકારી નથી પરંતુ, સમગ્ર વિશ્વમાં કેસો વધ્યા છે, ગત ચાર સપ્તાહમાં ૫૨ ટકાનો વધારો નોંધાયો છે. પરંતુ, રાજકોટ,સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ફરી એક વાર કોરોનાના કેસો ઉપર પડદો પાડવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 36 પૈકી રાજકોટમાં 9 કેસો અને આજે શહેરમાં વધુ એક સહિત 10 કેસો નોંધાયાનું બહાર આવ્યું છે પરંતુ, મનપાના આરોગ્ય વિભાગનો સંપર્ક સાધતા આ માહિતી જારી કરી શકાતી નથી તેમ જણાવ્યું હતું. 

અમીનમાર્ગ પર મહારાષ્ટ્રથી આવેલ એક મહિલાનો પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ વિગતો જાહેર કરવાનું બંધ કરાયું છે ત્યારે શાંતિનિકેતન સોસાયટી વિસ્તારમાં પણ એક વ્યક્તિને કોરોના હોવાનું આજે બહાર આવ્યું છે. આ કેસો નવા અને વધુ ચેપી વેરિયેન્ટ  જેએન.૧ના  હોવાની શક્યતા છે, સૂત્રો અનુસાર તેનું જીનોમ સિક્વન્સીંગ માટે સેમ્પલ મોકલાયા છે પરંતુ, હજુ રિપોર્ટ આવ્યા નથી. રાજકોટમાં એક તો શરદી-ઉધરસ જેવા કોરોનાના લક્ષણો હોય તે તમામ દર્દીઓનું ટેસ્ટીંગ કરાતું નથી અને થોડુઘણુ ટેસ્ટીંગ થાય તેની વિગતો જારી કરાતી નથી. રોગ પ્રતિ આંખ મિચામણા રોગને મોટો થવા દેવા જેવું કામ આરોગ્યશાસ્ત્રમાં ગણાય છે. 

કોરોનાના દર્દીઓના નામ પ્રગટ કરાતા નથી પરંતુ, તે ક્યા વિસ્તારમાં રહે છે તે સરનામુ અને દર્દીની ઉંમર, તેની સ્થિતિ ગંભીર કે હળવી તે વિગતો જાહેર કરવી જાહેર જનતામાં આ મહારોગ પ્રતિ જાગૃતિ લાવવા જરૂરી ગણાય છે. પરંતુ, મહાપાલિકાના વોટ્સએપ ગુ્રપ કે વેબસાઈટ ઉપર કે સરકારની વેબસાઈટ ઉપર અગાઉ રાજ્યના દરેક શહેરના કેસો સાંજે જાહેર કરાતા તે આશ્ચર્યજનક અને જોખમી રીતે બંધ કરી દેવાયું છે. 

આનું પરિણામ એ આવે કે લોકો જ્યારે ક્યા વિસ્તારમાં ક્યા ઘરમાં કોરોના કેસ છે તે જાણે નહીં ત્યારે તેને હળવા મળવાનું જારી રાખે અને નવો વેરિયેન્ટ  સંક્રામક છે અને તેનાથી સામાન્ય રીતે લોકોની હાલત ગંભીર બનતી નથી પરંતુ, મોટી ઉંમરના,બિમાર, સગર્ભા મહિલા વગેરે માટે તે ઘાતક બની શકે તેવો મત છે.  મનપા સૂત્રોએ જણાવ્યું કે મંત્રીશ્રીએ તાજેતરમાં કેસો જાહેર કર્યા તે મૂજબની વિગત છે પરંતુ, સ્થાનિકે કોઈ પણ મહાપાલિકા કે જિલ્લા પંચાયત વિગતો અગાઉની જેમ પ્રસિધ્ધ કરી શકતી નથી.  કોરોનાના કેસો જાહેર થાય તો ભીડવાળા કાર્યક્રમો સરાજાહેર કરવામાં મૂશ્કેલી પડે તેમ હોય તેથી આ કેસો જાહેર કરાતા નહીં હોવાની પણ ચર્ચા છે. 


Google NewsGoogle News