પાણીના જગમાંથી 10 લીટર દારૃ મળતાં આધેડની અટકાયત
વડોદરાઃપોલીસને ચકમો આપવા માટે દારૃની હેરાફેરી માટે સ્કૂલ બેગ,ટેન્કર,ટ્રાન્સપોર્ટના પાર્સલ જેવા જુદાજુદા નુસખા અપનાવવામાં આવતા હોય છે.પરંતુ ગઇકાલે પાણીના જગમાંથી દારૃનો જથ્થો મળ્યો હતો.
અકોટા વિસ્તારમાં ગઇકાલે સાંજે પોલીસે પાણીનો જગ ઉંચકીને જઇ રહેલા એક આધેડને અટકાવી જગ તપાસતાં અંદરથી દારૃની ૧૫ પોટલીઓ મળી હતી.જેથી પોલીસે રૃ.૨હજારની કિંમતનો ૧૦ લીટર દેશી દારૃ કબજે કરી ઘેરા કૈલાસભાઇ રાજપૂત(રામપુરા વુડાના મકાનમાં,અકોટા)ની દારૃબંધીના ભંગના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.