અલવાનાકા શાક માર્કેટ અને ન્યાય મંદિર પાછળથી જુગાર રમતા 10 ખેલી ઝડપાયા

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
અલવાનાકા શાક માર્કેટ અને ન્યાય મંદિર પાછળથી જુગાર રમતા 10 ખેલી ઝડપાયા 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર

વડોદરાના માંજલપુર વિસ્તારના અલવાના કા શાક માર્કેટ પાસે અને ન્યાય મંદિર પાછળથી પોલીસે જુગાર રમતા 10 ખીલીઓને ઝડપી પાડ્યા હતા.જુગારી આવવાની અંગ જડતી અને દાવ પર લાગેલા રૂપિયા મળી 13660 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

માંજલપુર વિસ્તારમાં પોલીસની ટીમ પેટ્રોલીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા અલવાનાકા શાક માર્કેટ પાસે આવતા બાતમી મળી હતી કે સિકોતર નગર-૨ મ.નં.૨૮ જી.આઇ.ડી.સી પોલીસ ચોકીની સામે હાલ જુગાર ચાલુ છે. જેના આધારે પોલીસે જુગારીયાઓ માં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી  સાત ખેલીઓ ભરતભાઇ મહેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્ર પ્રકાશ મહાલે,રાજેન્દ્ર મગન આહીરે, કિરણ લક્ષ્મણ આહીરે,હિતેન્દ્ર હિરામણ ઠાકરે,  દિપક વામણ રાવ બયસાણે અને મહેન્દ્ર દગડુ જીરે ઝડપી પાડ્યા હતા. જુગારવાની અંગ જડતી અને દાવ પર લાગેલા મળી પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 4750 રૂપિયા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં  ન્યાય મંદિર પાછળ આવેલા દૂધવાળા મોહલ્લા સામે જુગાર રમતા ત્રણ ઈસમો વસંત પુનમચંદ રાજપુત, નાસીર મહેબુબખા પઠાણઅને  દીપક નેટવરલાલ ઠકકરને પુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. જુગારીયા ને અંગ જડતી અને દાવ પરના 8,910 રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે.


Google NewsGoogle News