ગુજરાતમાં 3 વર્ષમાં સતાપક્ષને મળેલ મતની સંખ્યામાં 10% માતબર ઘટાડો

Updated: May 4th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 3 વર્ષમાં સતાપક્ષને મળેલ મતની સંખ્યામાં 10% માતબર ઘટાડો 1 - image


ગુજરાતના રાજકીય સમીકરણોમાં મોટી ઉથલ પાથલ સર્જાશે? : વિવિધ રાજકીય સમીકરણોના આધારે ભાજપ ના મતમાં અંદાજે 15 %  જેટલું મોટું ગાબડું પડે એવી સંભાવના  : રાજકીય સમીકરણોમાં, ક્ષત્રિયોનું પ્રભુત્વ તેમજ વિરોધના અન્ય પરિબળો સત્તાપક્ષ માટે આંચકાજનક પુરવાર થશે !

ભુજ, : ગત ચૂંટણીઓના પરિણામને આંકડાકીય ગણતરીમાં એક ડોકિયું કરીએ તો, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના માત્ર ્ત્રણ વર્ષમાં સત્તાપક્ષને મળેલ મતનું સંખ્યામાં 10 %  જેટલો માતબર ઘટાડો, તદુપરાંત, હાલમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજનો સત્તા પક્ષ સામે વિરોધ પ્રદર્શન,  ક્ષત્રિય સમાજના સમર્થનમાં અન્ય સમાજ દ્વારા મળેલ સમર્થન, શિક્ષકોની કાયમી ભારતી બાબતે, સમગ્ર રાજ્યમાં બેરોજગારી મુદ્દે વિરોધ , સરકારી કર્મચારીઓમાં જૂની પેન્શન યોજના મુદે વિરોધ અને અંગ દઝાડતી ગરમીમાં મતદાનની ટકાવારીની સાઈડ ઈફેક્ટના કારણે સતાપક્ષને ઉનાળાની ભર બપોરે પરસેવાના રેલા ઉતારશે તેવું જણાઈ રહ્યું છે . આંકડાકીય વિગતો જોઈએ તો 2019ની લોકસભામાં ગુજરાતમાં કુલ 4,35,63,373 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2,90,82,446 જેટલા મતદારોએ મતદાન કરતા, 66.80 % જેટલું મતદાન નોંધાયું હતું .જેમાંથી ભાજપને 63.10 % અને કોંગ્રેસ સહિત અને પક્ષોને માત્ર 36.90 %  જેટલા મત મળ્યા હતા. 

ત્યારબાદ 3 વર્ષના અંતે વિધાન સભા 2022 માં ગુજરાતમાં કુલ  4,91,34,009 જેટલા મતદારો નોંધાયા હતા. જેમાંથી 3,13,26,361 મતદારોએ મતદાન કરતા, કુલ 63.80 % જેટલું મતદાન નોંધાયું હતું.જેમાંથી ભાજપને 53.30%  અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોને 46.70 % મત મળ્યા હતા. લોકસભા અને વિધાનસભાના ત્રણ વર્ષના સમયગાળામાં સત્તાપક્ષને 10% જેટલા ઓછા  મત મળ્યા હતા. જેની  અસરરૂપે હરીફ પક્ષોને 10% થી વધુ મતદાન મળ્યા હતા.  આ વખતે લોકસભા 2024 માં 4,94,49,464 જેટલા મતદારો નોંધાયા છે.

હાલમાં,સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજનું સત્તાપક્ષ ભાજપ ના વિરોધમાં મતદાનની જાહેરાત , ક્ષત્રિય સમાજને અન્ય સમાજ દ્વારા મળેલ સમર્થન, કાયમી શિક્ષક ભરતી બાબતે મુદ્દો, રાજ્યમાં બેરોજગારીનો મુદ્દો તેમજ ઇલેક્ટોરલ મુદ્દે મતદારોમાં  અવઢવ સહિતના મુદ્દે, સત્તાપક્ષ વિરોધી મતદાન થાય અને તે મતદાનથી હરીફ ઉમેદવારને મત  મળવાના હોવાથી  10% અગાઉનો તફાવત તેમજ હાલમાં વિરોધ તેમજ વિવિધ રાજકીય સમીકરણોના આધારે ભાજપ ના મતમાં અંદાજે 15 %  જેટલું મોટું ગાબડું પડે એવી સંભાવના જોવા મળતી હોવાથી, ગુજરાતના રાજકીય સમીકરણોમાં મોટી ઉથલ પાથલ સર્જાશે.

ઉલ્લેખનીય છે કે ,લોકસભા ચૂંટણીના પ્રથમ તથા બીજા તબક્કામાં અનુક્રમે 66.14 %   અને 66.77 %  જેટલું મતદાન થયું છે.ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીના દિવસે 40 ડિગ્રી તાપમાન ના વરતારા વચ્ચે, મતદારો કેટલા પ્રમાણમાં અને કઈ તરફ મતદાન કરે છે. તેના પર રાજકીય પક્ષો મીટ માંડીને બેઠા છે.પણ રાજકીય માંધાતાઓની ગણતરી મુજબ લોકસભાની ચૂંટણીમાં સત્તાપક્ષને મોટો ફટકો પડવાની સાથે નવા રાજકીય સમીકરણો રચવાની સંભાવના જણાવી રહ્યા છે.


Google NewsGoogle News