સુરતની બેઠકોના ભાજપ, કોંગ્રેસ, આપના 10 ઉમેદવારો કરોડપતિ
- આપના પ્રકાશ કોન્ટ્રાકટરની સૌથીવધુ રૃા.13.21 કરોડની સંપતિ
- મંત્રી મુકેશ પટેલની સંપત્તિ ડબલ થઇને રૃા.3.16 કરોડ, સંગીતા પાટીલની 10 વર્ષમાં 6 ગણી વધીને રૃા.99.67 લાખ, ઇનોવા કાર પણ વસાવી
- ગોપાલ ઇટાલિયાની સૌથી ઓછી રૃા.6.83 લાખની સપંતિ અને સૌથી વધુ 17પોલીસ કેસ
સુરત
સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ નોંધાવનારા ૨૩ ઉમેદવારોમાંથી ભાજપ, કોગ્રેસ અને આપના ઉમેદવારોની એફીડેવીટમાં નોંધાયેલી સંપતિ જોતા ૧૦ ઉમેદવારો કરોડપતિ છે. આપના પ્રકાશ કોન્ટ્રાકટ પાસે સૌથી વધુ ૧૩.૨૧ કરોડની સંપતિ, સૌથી ઓછી સંપતિ આપના ગોપાલ ઇટાલીયા પાસે ૬.૮૩ લાખ તો સૌથી વધુ ૧૭ કેસો પણ ગોપાલ ઇટાલીયા સામે નોંધાયા છે. જયારે ભાજપમાંથી બે બે ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોની મિલ્કતોમાં પણ વધારો થયો છે.
ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ સાથે જ પોતાની પાસે કેટલી હાથ પરની, બેન્કની આવક, શેર, રોકાણ, ડિપોઝીટ, સોનુ-ચાંદી, પોલીસી, વાહનો, સ્થાવર કે જંગમ મિલ્કતો એટલે કે બાપદાદાની મિલ્કતો અને ઉમેદવાર દ્વારા ખરીદાયેલી મિલ્કતો તેમજ લોન, ભણતર સહિતની તમામ વિગતો રજુ કરવાની હોય છે. આ વિગતો એફીડેવીટ સ્વરૃપમાં રજુ કરવાની હોય છે. શુક્રવારે કોગ્રેસ, ભાજપ અને આપના ૨૩ ઉમેદવારોએ જે ફોર્મ ભરતી વખતે એફીડેવીટ રજુ કરી હતી.
એફીડેવીટ જોતા સૌથી વધુ સંપતિ ચોર્યાસીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાકટર પાસે રૃા.૧૩.૨૧ છે. જ્યારે કતારગામની બેઠકના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સૌથી ઓછી રૃા.૬.૮૩ લાખની સંપત્તી છે. તેમની સામે સૌથી વધુ ૧૭ પોલીસ કેસ નોંધાયેલા છે.
ભાજપના ઉમેદવારોમાં બે ટર્મથી ચૂંટાતા અને આ ટર્મમાં કૃષિ-ઊર્જા મંત્રી મુકેશ પટેલની ૨૦૧૨ માં કુલ મિલ્કત ૧.૫૮ કરોડની હતી. જેમાં દસ વર્ષ પછી બે ગણો વધારો થઇને ૩.૧૬ કરોડ થઇ છે.
લિંબાયત બેઠક પરથી ભાજપમાંથી બે ટર્મથી ચૂંટાતા સંગીતા પાટીલની ૨૦૧૨ માં કુલ સંપતિ ૧૪,૧૨ લાખ હતી. દસ વર્ષ પછી છ ગણો વધારો થઇને ૨૦૨૨ માં રૃા.૯૯.૬૭ લાખ થઇ છે. ૨૦૧૨માં એક પણ વાહન નહોતું. રૃા.૨.૦૪ લાખનું સોનુ હતુ. દસ વર્ષ પછી તેમની પાસે રૃા.૪.૩૬ લાખની કિંમતનું સૌનું છે. અને રૃા.૨૭.૨૦ લાખની કિંમતની ઇનોવા કારના માલિક બન્યા છે. સાથે જ ૨૦૧૨ માં ધોરણ-૯ સુધી જ અભ્યાસ કર્યો હતો. પછીના દસ વર્ષમાં ભણીને બી.એની ડિગ્રી મેળવી છે.
કામરેજ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ કરોડપતિ છે, સાથે ચાર પોલીસ કેસ પણ નોંધાયેલા છે.
પશ્રિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંજય શાહ ( પટવા) પાસે રૃા.૧૭.૫૬ લાખની સંપતિ છે.
આમ, ભાજપ, કોગ્રેસ અને આપના ૧૦ ઉમેદવારો કરોડપતિ હોવાની વિગતો અત્યારસુધી ભરાયેલા ઉમેદવારી ફોર્મ સાથેની એફીડેવીટ જોતા જાણવા મળ્યું છે.
ઉમેદવારનું નામ વિધાનસભા પક્ષ અભ્યાસ સ્થાવર, જંગમ મિલ્કત લોન ગુના
મુકેશ
પટેલ ઓલપાડ ભાજપ ડ્રાફટમેન સિવિલ રૃા.૦૩.૧૬ કરોડ ૧ કરોડ ---
દર્શન
નાયક ઓલપાડ કોગ્રેસ એલ.એલ.બી રૃા.૦૧.૫૬
કરોડ --- ----
પૂર્ણશ
મોદી પશ્વિમ ભાજપ એલ.એલ.બી રૃા.૦૧.૬૫ કરોડ ૨.૫૦
લાખ ----
સંજય
પટવા પશ્વિમ કોગ્રેસ ધો-૧૦
નાપાસ રૃા.૧૭.૫૬ લાખ --- ----
પ્રકાશ
કોન્ટ્રાકટર ચોર્યાસી આપ બી.કોમ રૃા.૧૩.૨૧ કરોડ --- ----
અરવિંદ
રાણા પૂર્વ ભાજપ ધો-૧૨ પાસ રૃા.૦૩.૧૬ કરોડ --- ----
મનોજ
સોરઠીયા કરંજ આપ ડિપ્લોમાં ફાર્મસી રૃા.૦૧.૮૬ કરોડ ૫૬
લાખ બે
ગોપાલ
ઇટાલીયા કતારગામ આપ એસ.વાય.
એલ.એલ.બી રૃા.૦૬.૮૩ લાખ --- ૧૭
પોલીસકેસ
વિનોદ
મોરડીયા કતારગામ ભાજપ ધો-૧૦
પાસ રૃા.૦૪.૩૩ કરોડ ૧૫ લાખ -----
સંગીતા
પાટીલ લિંબાયત ભાજપ બી.એ રૃા.૯૯.૬૭ લાખ ૨૮.૬૪
લાખ -----
મનુ
પટેલ ઉધના ભાજપ ધો-૯
પાસ રૃા.૦૬.૭૨ કરોડ ૨ લાખ ----
નિલેશ કુંભાણી કામરેજ કોગ્રેસ ધો-૧૨ પાસ રૃા.૦૧.૬૩
કરોડ ૧.૫૨ કરોડ ૪ પોલીસ કેસ
રામ ધડુક કામરેજ આપ બી.ઇ સિવિલ રૃા.૦૧.૦૧
કરોડ ૪૫ લાખ ૪ પોલીસ કેસ