Get The App

ભાવનગર અને બોટાદમાં ચાઈનિઝ દોરી અને તુક્કલ વેચનારા 10 ઝડપાયા

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
ભાવનગર અને બોટાદમાં ચાઈનિઝ દોરી અને તુક્કલ વેચનારા 10 ઝડપાયા 1 - image


રાણપુરમાં માંજો પીવડાવવામાં કાચનો ઉપયોગ કરનારા સામે ગુનો નોંધાયો

ભાવનગરના ભરતનગર, બોરતળાવ અને વલ્લભીપુર પોલીસ મથકમાં જ્યારે બોટાદ તથા રાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર: ઉત્તરાયણ પર્વ દરમિયાન પ્રતિબંધિત ચાઈનિઝ દોરી અને તુક્કલ વેચાનારા શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ભાવનગર અને બોટાદ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનિઝ દોરી અને તુક્કલ વેચવાના ૯ બનાવોમાં પોલીસે કુલ ૧૦ શખ્સો સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરની ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ પાસે જાહેરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા ટેમાભ જયવંતસિંહ ગોહિલ અને સુનીલ ખોડાભાઈ ચુડાસમાને ચાઈનિઝ દોરીની રીલ અને તુક્કલ સાથે, જ્યારે ગાયત્રીનગર શિવજી સર્કલ પાસે ચાઇનીઝ દોરીના રીલ અને તુક્કલનું વેચાણ કરતા શૈલેષ વનભાઈ સોલંકીને ભરતનગર પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ કુમુદવાડી લાલટાંકી વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના રીલનું વેચાણ કરતા રાહુલ જેન્તીભાઇ બારૈયાને, ચિત્રા એસટી વર્કશોપ પાસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના રીલનું વેચાણ કરતા સુનિલ ઉર્ફે જગદીશ ચંદુભાઇ મકવાણાને અને કુંભારવાડા આવેડા પાસેથી દીપેશ ગણેશભાઈ રાઠોડને ચાઇનીઝ દોરીના રીલ સાથે બોરતળાવ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. ઉપરાંત જિલ્લામાં વલ્લભીપુર નજીક કલ્યાણપર ચોકડી પાસેથી સંજય બાવચંદભાઈ ગોહિલ (રહે.તોતણીયાળા)ને ચાઈનિઝ દોરીની રીલ સાથે વલ્લભીપુર પોલીસે ઝડપી લઈ વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. ઉપરાંત બોટાદ જિલ્લાના રાણપુર ગીબરોડ મનુભાઈ સ્કુલની સામેની દુકાનમાં માંજો પીવડાવવા માટે કાચનો ઉપયોગ કરનારા અલ્તાફ અબ્દુલભાઈ પાયક (રહે. રાણપુર)ને રાણપુર પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. તેમજ બોટાદ શહેરમાં ભાવનગર રોડ સ્વામી નારાયણ મંદિર પાસે પિયુષ હિંમતભાઈ જતાપરા (રહે.સમઢિયાળા નં.-૧)ને ચાઈનિઝ દોરીની બે રીલ સાથે બોટાદ એસઓજીએ તથા બોટાદ શહેરના સાળંગપુર રોડ હાઈસ્કુલ ત્રણ રસ્તા પાસેથી ભાવિન જશવંતભાઈ શાહને ચાઈનિઝ દોરીની રીલ સાથે બોટાદ પોલીસે ઝડપી લઈ બોટાદ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.



Google NewsGoogle News