આણંદના ખડીપુરા સીમમાં બે ટ્રક અથડાતા 1 વ્યકિતનું મોત
- અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર
- અન્ય ટ્રકને પાછળથી ટક્કર મારી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી
મૂળ યુપીના અને હાલ ગાંધીધામ ખાતે રહેતા રાજકુમાર ભાગીરથ જાટવ પોતાની ટ્રકમાં પાવડર ભરીને ગાંધીધામથી નંદેસરી આવવા માટે નિકળ્યા હતા.પરોઢીયે તેઓ પોતાની ટ્રક સાથે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા આણંદના સારસા ગામની ખડીપુરા સીમમાંથી પસાર થતા હતા ત્યારે પાછળથી આવેલી અન્ય ટ્રકના ચાલકે પોતાની ટ્રક ગફલત ભરી રીતે હંકારી લાવી રાજકુમારની ટ્રકના પાછળના ભાગે અથડાવી હતી.
આ અકસ્માતમાં ટ્રકના કેબિનનો કચ્ચરધાણ વળી ગયો હતો અને ટ્રક ચાલક અંદર ફસાઈ ગયો હતો. અકસ્માત અંગે હાઇવે પેટ્રોલિંગ ટીમ ૧૦૮ તથા પોલીસને જાણ થતા ટીમો તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રેનની મદદથી બંને ટ્રકને છૂટી પાડી કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને બહાર કાઢયો હતો. જોકે. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા મૃતક ટ્રક ચાલક મૂળ યુપીનો અને હાલ અમદાવાદ ખાતે રહેતો વિરેન્દ્રકુમાર રામપ્રસાદ ગુપ્તા હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવ અંગે ખંભોળજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.