1.74 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ
પોલીએસ્ટર ફિલ્મના 4.74 લાખના ઉધાર માલના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થયા હતા
સુરત
પોલીએસ્ટર ફિલ્મના 4.74 લાખના ઉધાર માલના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થયા હતા
કોટેડ
મેટલાઈઝડ પોલીએસ્ટર ફિલ્મના ઉધાર માલ ખરીદીના પેમેન્ટ પેટે આપેલા 1.74 લાખના ચેક રીટર્ન
કેસમાં આરોપી વેપારીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એસ.એ.ગલેરીયાએ દોષી
ઠેરવી એક વર્ષની કેદ,ચેકની દોઢ ગણી રકમ વળતર પેટે ન ચુકવવા
હુકમ કર્યો છે.
સચીન જીઆઈડીસી ખાતે યોગેશ્વર ટેક્ષ કેમના ફરિયાદી સંચાલક મુકેશ પ્રેમજી સોનાણીએ જુલાઈ-ઓગષ્ટ-2020 દરમિયાન વર્ણી એન્ટરપ્રાઈઝના આરોપી સંચાલક રોકડ નિકુંજ બાબુભાઈ(રે.નવી શક્તિ વિજય સોસાયટી,વરાછા રોડ)ને કુલ રૃ.4.74 લાખની કિંમતનો કોટેડ મેટલાઈઝ્ડ પોલીએસ્ટર ફિલ્મનો ઉધાર માલ વેચાણ આપ્યો હતો.જેના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા 1.74 લાખના ચેક ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતાં રીટર્ન થતા કોર્ટ ફરિયાદ નોંધાવાઇ હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપી રોકડ નિકુંજ બાબુભાઈને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા વળતર ચુકવવા હુકમ કર્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ તહોમત સાબિત થયું હોઈ માત્ર બાળબચ્ચાવાળા માણસ હોવાના કારણ માત્રથી આરોપીને હળવી સજા અને દંડ કરવો ન્યાયોચિત નથી.