'અર્બન સ્કેચર્સ' શહેરનાં હેરિટેજ સ્થાપત્યો અને સંસ્કૃતિના લાઇવ સ્કેચ તૈયાર કરે છે
બિઝનેસમેન, સ્ટુડન્ટ્સ, ગૃહિણીઓ સહિતના ૨૫થી વધુ લોકો પાંચ વર્ષથી દર રવિવારે વિવિધ સ્થળ પર જઇને લાઇવ સ્કેચિંગ કરે છે, જેમાં અત્યાર સુધીમાં 150થી વધુ સ્થળોએ લાઇવ સ્કેચિંગ કરી ચૂક્યા છે. શહેરને હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે ત્યારે શહેરના દરેક હેરિટેજ સ્થાપત્યોની જાળવણી કરવામાં નાગરિકોએ પોતાનું યોગદાન આપવું જોઇએ. શહેરમાં લોકો માટે હેરિટેજ સ્થાપત્યો આગવી ઓળખ બની છે તેનો ભવ્ય વારસો જળવાઇ રહે અને વધુ લોકો સુધી તેનું મહત્વ લઇ જઇ શકાય તે માટે 'અર્બન સ્કેચર્સ અમદાવાદ' ગ્રુપ કામ કરી રહ્યું છે. શહેરમાં આ ગ્રુપ શરૂઆત નેહા ચંદેલ, પાર્થ પંચોલી અને ધૈવત પંચાલે કરી હતી. આ વિશે આ ગ્રૂપના અગ્રણી નેહા ચંદેલે કહ્યું કે, અર્બન સ્ક્રેચર્સ ગ્રુપ સમગ્ર દેશમાં ચાલે છે અને તે આપણા શહેરમાં પણ છેલ્લાં પાંચ વર્ષથી ચાલી રહ્યું છે. આ ગૂ્રપનું મુખ્ય કાર્ય દર રવિવારે શહેરના કોઇ એક હેરિટેજ સ્થળ પર જઇને તેનું લાઇવ સ્કેચ કરીએ છીએ. ગૂ્રપની શરૂઆતમાં બહુ ઓછા લોકો જોડાયેલા હતા અને ત્યારપછી તેમાં આર્કિટેક્ટર, ડિઝાઇન, ગૃહિણીઓ અને બિઝનેસ સાથેના ૨૫થી વધુ લોકો જોડાયેલા છે. આર્ટ સાથે જોડાયેલા ન હોય તે લોકો પણ આ ગ્રુપમાં જોડાઇને તેઓ પોતાની આર્ટ ક્રિએટિવિટીને લાઇવ સ્કેચમાં સ્થાન આપે છે. આર્ટને એક નવું સ્થાન મળે અને હેરિટેજ સ્થાપત્યોને એક નવી ઓળખ મળે તે અમારું મુખ્ય લક્ષ્ય છે. લાઇવ સ્પેસને ધ્યાનમાં રાખીને આર્ટિસ્ટ આર્ટવર્કથી સ્કેચ તૈયાર કરે છે અને તે પછી દરેક આર્ટને જોઇને તેમાં રેહલી ક્ષતિઓ વિશેનું માર્ગદર્શન આપવામાં આવે છે. હેરિટેજ સ્થાપત્ય શહેરની ઓળખ છે ત્યારે અમે આ પ્રકારનું કાર્ય કરીને વધુ લોકો જાગૃત થાય તે માટેનો અમારો પ્રયાસ છે. હેરિટેજ સ્થળોનું લાઇવ સ્કેચ કરવા માટે વિચારશકિત એક મહત્વનો ભાગ ભજવે છે.
લાઇવ
એક્સપિરિયન્સ કરવાનો આનંદ અલગ છે
હેરિટેજ સ્થાપત્યોના ઐતિહાસિક વારસાનું જતન કરવું ખૂબ જરૂરી છે. દરેક વ્યકિત પોતાની આંખો સામે લાઇવ એક્સપિરિયન્સ સાથે સ્કેચિંગ કરે તેનો આનંદ અલગ જ છે. અત્યાર સુધીમાં શહેરમાં આવેલા ચબૂતરા, ઝરૂખા, લાખા પટેલની પોળ સહિતના 150થી વધારે સ્થળોએ જઇને લાઇવ સ્કેચ તૈયાર કર્યા છે. આ સ્કેચ તૈયાર કરીને અમારા ગ્રુપ દ્વારા સોશિયલ મિડિયા મૂકવામાં આવે છે એટલે વિશ્વના લોકો આપણા દેશના હેરિટેજ સ્થાપત્યો વિશે જાણી શકે છે. - રાહુલ ગોસાઇ
અમારી
સાથે ગૃહિણીઓ જોડાઇ છે જે સારી વાત છે
પાંચ વર્ષમાં અમારા ગ્રુપ ઘણાં લોકો જોડાયેલા છે, જેમાં પણ ખાસ કરીને ગૃહિણીઓ જોડાય છે જેને લીધે અમને ઘણું શીખવા મળ્યું છે. ગૃહિણીઓ પોતાના કામકાજ સાથે આર્ટવર્કમાં યથાયોગ્ય પ્રદાન આપીને પોતાની પ્રતિભાને એક નવી દિશા આપે છે. આવનારા સમયમાં શહેરના હેરિટેજ વારસાને વધુ લોકો સુધી જવા માટે વિવિધ કાર્યક્રમ કરવાનું આયોજન છે. આર્ટવર્કને જ્યારે સ્કેચમાં તૈયાર કરવાથી જે આનંદ મળે છે તેને ક્યારેય ભૂલવો અશક્ય છે.