Get The App

સદવિચાર પરિવારના વડીલ માવજત સેન્ટરમાં રાહતદરે સારવાર અપાય છે

નરોડા વિસ્તારમાં આવેલા આ સેન્ટરમાં આંખ, દાંત, ફિઝિયોથેરાપીના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે

Updated: Mar 23rd, 2023


Google NewsGoogle News

વડીલો માટે ખાસ મનોરંજક પ્રવૃત્તિઓ પણ કરાય છે

આવનારા દિવસોમાં સેટેલાઇટ વિસ્તારના સદવિચાર પરિવાર ખાતે વડીલ માવજત સેન્ટર શરૂ કરાશે

સદવિચાર પરિવારના વડીલ માવજત સેન્ટરમાં રાહતદરે સારવાર અપાય છે 1 - image

નરોડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહતદરે સારવાર મળે તે માટે એચ.પી. સદવિચાર પરિવાર આંખની હોસ્પિટલની શરૃઆત ૧૯૮૫માં કરાઈ હતી. આજે અહીં આંખ, દાંત તેમજ ફિઝિયોથેરાપીના દર્દીઓને સારવાર અપાય છે.

આ વિશે સદવિચાર પરિવારના પ્રમુખ ડૉ.પંકજભાઇ શાહે કહ્યું કેસદવિચાર પરિવારના વડીલ માવજત સેન્ટરમાં રાહતદરે સારવાર અપાય છે 2 - image, સદવિચાર પરિવાર આંખની હોસ્પિટલમાં વડીલોની રાહતદરે સારવાર થાય તે માટે અમે નરોડા સદવિચાર પરિવાર હોસ્પિટલમાં વર્ષ 2020માં વડીલ માવજત સેન્ટરની શરૂઆત કરી હતી. એકસાથે 22 દર્દીઓ રહી શકે તે માટેનો એક હોલ તૈયાર કર્યો છે, જેમાં દર્દીઓને ભોજન સહિતની તમામ સુવિધાઓ રાહતદરે અપાય છે. આવનારા દિવસોમાં અમે સેટેલાઇટ વિસ્તારમાં પણ આવેલા સદવિચાર પરિવાર ખાતે વડીલ માવજત સેન્ટરની શરૂઆત કરવાનું આયોજન કર્યું છે.

એક મહિનાથી સારવાર લઉં છું, સ્ટાફનો ઘણો સપોર્ટ છે

સદવિચાર પરિવારના વડીલ માવજત સેન્ટરમાં રાહતદરે સારવાર અપાય છે 3 - imageમને એક પગનું ઓપરેશન કર્યું હોવાથી હું વડીલ માવજત સેન્ટરમાં છેલ્લાં એક મહિના કરતાં વધુ સમયથી સારવાર લઇ રહ્યો છું. અહીં સ્ટાફનો ઘણો સપોર્ટ હોવાથી એકલતાપણું લાગતું નથી. રાહતદરે સેવા મળતી હોવાથી પૈસાની પણ બચત થાય છે. - નિખિલભાઇ શુક્લ, દર્દી


દર્દીઓને સતત મોટીવેટ કરાય છે

સદવિચાર પરિવારના વડીલ માવજત સેન્ટરમાં રાહતદરે સારવાર અપાય છે 4 - image આ વડીલ માવજત સેન્ટરમાં સ્ટાફ ઘણો ઉપયોગી કાર્ય કરે છે. દર્દી કરતા પોતાના પરિવારના સભ્યની જેમ સારવાર આપે છે. જમણા પગે ઓપરેશન કરાવ્યું હોવાથી હું ત્રણ મહિના કરતા વધારે સમયથી રાહતદરે સારવાર લઇ રહી છું. - વિદ્યાબહેન મોદી, દર્દી



વડીલો શારીરિકની સાથે સાથે માનસિક રીતે પણ ઝડપથી સ્વસ્થ થાય તે માટે અમે અવારનવાર અંતાક્ષરી, ભજન કાર્યક્રમ જેવી મનોરંજન એક્ટિવિટી કરીએ છીએ. વડીલોને પોતાના પરિવાર જેવો માહોલ મળે તેવું અમારું આ સેન્ટર છે. હાલ હોસ્પિટલમાં સેમી અને સ્પેશિયલ બેડ રૃમ અને જનરલ વોર્ડ પણ તૈયાર કર્યો છે. - ડૉ. ઇર્સાન ત્રિવેદી, જીરિયાટ્રિશિયન

 


Google NewsGoogle News