નાટક ડાયરેકશનમાં આંગળીના વેઢે ગણાય તેટલી જ મહિલાઓ છે તે વાત ખટકે છે

Updated: Apr 5th, 2019


Google NewsGoogle News
નાટક ડાયરેકશનમાં આંગળીના વેઢે ગણાય તેટલી જ મહિલાઓ છે તે વાત ખટકે છે 1 - image


સ્ક્રેપયાર્ડ ખાતે વુમન્સ ડે ના દિવસથી શરૃ કરવામાં આવેલી 'સેલિબ્રેટિંગ ફેક્ટસ ઓફ વુમન  ટેલેન્ટ' ની છેલ્લી સિરીઝ ગઈકાલે યોજાઈ ગઈ, જેમાં થિયેટર ડિરેક્ટર અદિતિ દેસાઈ અને થિએટેર આટસ્ટ અને રેડિયો જોકી દેવકી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તેમની નાટકની સફર અને પ્રોસેશ વિષય પર વિસ્તૃત વાત કરી  ઓડિયન્સ સાથે થિયેટરના અલગ અલગ પાસાઓ અને અનુભવો રજૂ કર્યા હતા. 

રંગભૂમિ મારા માટે ઈશ્વર છે અને મને તેની શ્રદ્ધા છે. હું એવું માનું છું કે, તક મળવી તે સફળતા નથી પણ, તક મળ્યા પછી તમે શું કરો છો તે બાબત મહત્વની છે. મેં સફળતા માટે મારી જાતને ઘણા સવાલો પૂછયા છે. મને નાટકો કરવાની ભૂખ નથી પણ મને એવા પાત્ર ભજવવાની ભૂખ છે કે જેમાંથી મને કંઈક નવું જાણવા મળે. લોકો મને પ્રશ્ન પૂછે છે કે તમે ગુજરાતી ફિલ્મ કેમ નથી કરતા? એના માટે મારે કેહવું છે કે, બે વર્ષમાં મેં ઘણી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી છે, પણ આજે મને તેમાંથી એક પણ ફિલ્મ ન કર્યાનો અફસોસ નથી. ૧૬ વર્ષમાં મેં ૧-૧ મિનિટના ઘણા નાટકો લખ્યા છે, જ્યારે સમુદ્રમંથન નાટક અને તેના ૭ ગીતો માત્ર સાડા પાંચ દિવસમાં લખ્યા છે. - RJ દેવકી.

હું ૧૪ વર્ષની હતી ત્યારેે એક્ટ્રેસ બનવાની તૈયાર કરવાની શરૃ કરી હતી. મારે ક્યારેય ડિરેક્ટર થવું ન હતું. કારણકે મને એક્ટ્રેસ બનવામાં જ જલસો પડતો. જ્યારે મને શેરી નાટક ડાયરેક્ટ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે મને થયું કે આતો હું ના જ કરી શકું. કોઈ પણ પરિવારમાંથી આવતી મહિલા 'હું તો આ ના કરી શકું' એવી પરિસ્થિતિમાંથી પસાર થતી જ હોય છે. એક વખત મારી મહામહેનતે તૈયાર કરેલા નાટક કોઈએ ચોરી લીધું અને મેં જ્યારે તેને કહ્યું કે આ મારું નાટક છે . ત્યારે તેણે મને જવાબ આપ્યો કે તારાથી જે થાય એ કરી લે. તે સમયે મેં નાટકને ડાયરેક્ટ કરવાનો નિર્ણય લીધો. પણ ત્યારે મને ડિરેકશનમાં લાઇટિંગ, સેટ, કોસ્ચ્યુમ, ટિકિટ સેલિંગ વિશે કાઈ જ ખબર નહોતી, પણ હું શીખતી રહી. રંગભૂમિમાં એક જ વાત ખટકે કે નાટક ડાયરેકશનમાં મહિલાઓ આંગળીના વેઢે ગણાય તેેટલી જ છે. - અદિતિ દેસાઈ, નાટક ડાયરેક્ટર


Google NewsGoogle News