બાળકો અને માતાઓએ એકસાથે નેશનલ લેવલની કૂડો ટુર્નામેન્ટમાં 29 મેડલ જીત્યા
તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં યોજાયેલી 12મી નેશનલ કૂડો ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 1400થી વધારે સ્ટુડન્ટ્સ જોડાયા હતા, જેમાં અમદાવાદના 35 સ્ટુડન્ટ્સ સાથે સાત માતાઓએ પણ રમતમાં આગવી પ્રતિભા દર્શાવી હતી. દરેક બાળકમાં કોઇના કોઇ સ્વરૂપે પ્રતિભા રહેલી છે અને તે પ્રતિભાને કોઇ દિશાસૂચન મળે તો ધાર્યું પરિણામ મળી શકે છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં યોજાયેલી 12મી નેશનલ કૂડો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 5 વર્ર્ષથી લઇને 42 વર્ષ સુધીના 1400થી વધારે સ્ટુડન્ટ્સ જોડાયા હતા. કૂડો ટુર્નામેન્ટમાં અમદાવાદના 35 સ્ટુડન્ટ્સની સાથે 7 માતાઓ પણ રમતમાં જોડાઇ હતી અને તેમાં 10 ગોલ્ડ અને 10 સિલ્વર મેડલની સાથે 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે સાથે સી.એ., એડવોકેટ, બિઝનેસ તેમજ ઘરકામ કરતી બહેનોએ સાત બ્રોન્ઝ મેડલ જીતીને નવી પ્રેરણા પૂરું પાડી છે.
સી.એ. પૂજા શાહે કહ્યું કે, મારી દીકરી કૂડોની પ્રેક્ટિસ કરતી હતી ત્યારે મને પણ લાગ્યું કે વધુ આગળ સારું પરફોર્મન્સ જાળવી રાખવા સાથે ઘરે રહીને પણ દીકરીને કૂડોની પ્રેક્ટિસ કરાવી શકાય તે માટે હું પણ કૂડો શીખું તેવું નક્કી કર્યું હતું ત્યારે તેના કોચ પ્રવીણ જાદવે પણ મને પ્રેરણા આપી અને હું પણ 35 વર્ષની વયે કૂડો શીખવા માટે જોડાઇ હતી. સખત મહેનત સાથે સ્પર્ધમાં સારું પરફોર્મન્સ કરીને સ્ટેટ લેવલે અમારું સિલેક્શન થયું હતું. મારી સાથે બીજી છ બહેનો પણ આ રીતે કૂડોની પ્રેક્ટિસમાં જોડાઇ હતી અને ઘરે જઇને કૂડોમાં આવતી ચેલેન્જીસને બે કલાક સુધી પોતાના બાળકોને શીખવતા હતા. 12મી નેશનલ ટુર્નામેન્ટમાં બાળકોએ કુલ 29 અને સાથે બહેનોએ પણ સાત સિલ્વર મેડલ જીત્યા છે જેનાથી પરિવારમાં ઘણી ખુશી છવાઇ છે.
કૂડો
સ્પર્ધા વિશે..
કૂડો રમતમાં માર્શલ આર્ટ, બોક્સિંગ, કરાટે સહિતની બીજી ઘણી સ્પર્ધાઓ જોડાયેલી છે. બાળકો કૂડો સ્પર્ધામાં જોડાઇ સ્વઃરક્ષણની તાલીમ મેળવી શકે છે.
માતાઓની
મેચમાં બાળકો તેમને સપોર્ટ કરતા હતા
ટુર્નામેન્ટમાં જ્યારે માતાઓની મેચમાં બાળકો તેમને સપોર્ટ કરતા હતા જેથી તેઓ ખૂબ જ સારું પ્રદર્શન કરતા હતા. બાળકોએ મેચમાં જીતેલા મેડલને લીધે દરેક માતાઓને ઘણી ખુશી છે. બાળકો સ્વરક્ષણની તાલીમ મેળવે છે તેમાં વધુ બેસ્ટ પરફોર્મન્સ કરે છે જેનાથી માતાઓને ઘણો આનંદ થાય છે. ઘરકામ કરતી મહિલાઓ સહિતની દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાને વિશેષરૃપે પ્રેઝન્ટ કરી રહી છે જે ગૌરવની વાત છે.