કોઇપણ બિઝનેસ સફળ બનાવવા એક હજાર દિવસનું ઇન્વેસ્ટમેન્ટ કરો
મલ્ટી ટાસ્કિંગ મોમીઝ ગૃપ દ્વારા 'બિઝનેસ સર્કલ'ની શરૂઆત કરવામાં આવી
મલ્ટી ટાસ્કિંગ મોમીઝ લેડી ગુ્રપ દ્વારા છેલ્લાં કેટલાય વર્ષથી વિવિધ વિષયો પર ટૉક સિરીઝ યોજાય છે, જેમાં દરેક મહિલાઓના મંતવ્ય લેવાય છે અને એક્સપર્ટ સિરીઝનું આયોજન કરાય છે. આ મલ્ટી ટાસ્કિંગ મોમીઝ ગુ્રપમાં ૪૦૦૦થી વધુ મહિલાઓ જોડાયેલી છે. આ મહિલાઓ પગભર થાય અને કોઇને કોઇ નવા આઇડિયા અને ઇનોવેશન માર્કેટમાં મૂકે તે માટે આ ગુ્રપના ફાઉન્ડર વૈશાલી વૈષ્ણવ દ્વારા 'બિઝનેસ સર્કલ'ની શરૃઆત કરવામાં આવી છે. આ બિઝનેસ સર્કલમાં વીકમાં એક વખત બે એન્ટરપ્રિન્યોર મહિલા પોતાના કામ વિશે વાત કરી અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરશે. બિઝનેસ સર્કલની પહેલી ટૉકમાં ટેબૂ ટોપીક પર કામ કરતી વાઇબ ગૂડની ફાઉન્ડર નિશી જૈન અને વાસ્તુ કન્સલ્ટન્ટ ચરણપ્રીત પાઠકે એન્ટરપ્રિન્યોર બનવા માંગતી મહિલાઓ સાથે પોતાની વાતો શેર કરી.

હિમ્મત અને આત્મવિશ્વાસ હોય તો અડધી લડાઇ જીતી જવાય છે
દરેક મહિલા કામ અને જવાબદારીનો બોજો લઇને જ ચાલે છે. જરૃરી નથી કે પરિણિત મહિલાઓને જ જવાબદારીનો ભાર છે. કોઇ પણ બિઝનેસ શરૃ કરતા પહેલા એવો વિચાર આવે કે ઘરના લોકો શું કહેશે? મારા વિચારને સ્વીકારશે કે કેમ પરંતુ આવા સમયે દરેક સ્ત્રીમાં હિમ્મત અને આત્મવિશ્વાસ હોય તો તે અડધી લડાઇ પહેલા જ જીતી જાય છે. દરેકે પોતાના ટેલેન્ટને એક્સપ્લોર કરવાની જરૃર છે. - નિશી જૈન
પ્રોડક્ટ પર ધ્યાન રાખો, પૈસા મળી રહેશે
કોઇપણ બિઝનેસ કરો તો નફો કેટલો થયો તેના કરતા પ્રોડક્ટ કેવી છે તેના પર ખાસ ધ્યાન આપો કારણે પૈસા તો મળી જ રહેશે. સારું કામ કરશો તો રિઝલ્ટ તો મળશે જ. ઘણી વખત એવું થાય કે નવો ધંધો શરૃ કરીએ અને થોડાક દિવસો કામ કર્યા પછી સફળતા ન મળી તેવું લાગવા લાગે પરંતુ આ ખોટું છે. કોઇ પણ ધંધો તમારી ધીરજ અને ગંભીરતા માગી લે છે તેને સફળ કરાવવા એક હજાર દિવસનું ઇન્વેસ્ટ કરો.- ચરણપ્રીત પાઠક